કોરોના કાળ: દાહોદ જિલ્લામાં 261 નવા તબીબોને સેવા આપવા આવવું પડશે, નહિ તો કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી તબીબો ફરજથી દૂર ભાગી રહ્યા છે

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં સામાન્ય ફીમાં અભ્યાસ કરીને તબીબ બન્યા પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાના નિયમમાં ગત ઓગસ્ટ 2019માં સુધારો કરીને તે અવધિ એક વર્ષની કરવામાં આવી છે. તે છતાંય સરકારી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તબીબ બન્યા બાદ મોટાભાગના યુવાનો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાનું પસંદ કરતા નથી.

ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં સેવા આપવા માટે આવા 293 તબીબોના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જોકે, તેમાંથી માર્ચ 2020માં માત્ર 16 તબીબો જ જિલ્લામાં હાજર થયા હતાં. એક વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા માટે મોકલતા પૂર્વે પાંચ લાખનો બોન્ડ અને 300 રૂપિયાના સ્ટેમ્પ પર 15 લાખની બાંહેધરી આપવી પડે છે. જો મેડિકલનો વિદ્યાર્થી એક વર્ષ ગ્રામ્ય સેવા ન બજાવે તો 20 લાખની રકમ સરકારને આપવી પડે છે અને જો આ રકમ નહીં ભરે તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ નવા તબીબને પ્રેક્ટીસનું પ્રમાણપત્ર નહીં આપવાનો નિયમ છે. જોકે, તે છતાય 261 તબીબ જિલ્લામાં હાજર જ થયા ન હતાં.

સરકારી વિભાગમાં તબીબોની અછત અને કોરોનાની કપરી પરીસ્થિતિ જોતા આ મુદ્દે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ લાલ આંખ કરી છે. ત્યારે દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગે આ મામલે કેટલા તપાસ પણ શરૂ કરી દીધી છે. આ 261 તબીબોને આગામી દિવસોમાં કમને પણ જિલ્લામાં ફરજ બજાવવા આવવું પડશે. જો, તેઓ નહીં આવે તો તેમની સામે કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યાં છે.


Related News

Comments are Closed

%d bloggers like this: