કોરોના અપડેટ: 30 એપ્રિલે 876 કેસ ધરાવતો જિલ્લો કોરોનામુક્ત બન્યો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • દાહોદમાં 1 જૂને 117 એક્ટિવ કેસ હતા

દાહોદ જિલ્લામાં 4 માસ પૂર્વે સંક્રમિતોનું પ્રમાણ ઘટતા તા.15.2એ એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 8 જ રહી હતી. બાદમાં સંખ્યા ક્રમશ: પારાવાર માત્રામાં વધતા 30.4.ના રોજ એક્ટિવ કેસની સંખ્યા 876 થઇ હતી. બાદમાં પુન: સંખ્યા ઘટતા 2021ના જૂનના આરંભે કુલ 117 એક્ટિવ કેસો હતા જે પણ ક્રમશ: ઘટતા અને સાથે સાજા થયેલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવાનું વધતા રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસના સપરમા પર્વના ત્રીજા દિવસે તા.3 જુલાઈએ જિલ્લાના એકમાત્ર એક્ટિવ કેસને ડિસ્ચાર્જ/રિકવર કરાતા સંપૂર્ણ કોરોનામુક્ત બન્યો છે.

શનિવારે પણ શૂન્ય કેસ નોંધાયા
જિલ્લામાં Rtpcr ટેસ્ટના 2389 અને રેપીડના 243 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ રહેવા સાથે શનિવારે એકમાત્ર એક્ટિવ કેસને ડિસ્ચાર્જ કરતા શૂન્ય થવા પામી છે. જૂન માસમાં 19 વખત શૂન્ય સાથે નવા માત્ર 33 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: