કોરોના અપડેટ: સંજેલીમાં કોરોના વેક્સિનનો ડોઝ લેનાર દંપતી પોઝિટિવ આવતાં તાલુકામાં ખળભળાટ મચી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 10 દિવસ પહેલા જ દંપતીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો

સંજેલી તાલુકા મથકે દસ દિવસ અગાઉ કોરોના વેક્સિનના ડોઝ લેનાર પતિ-પત્નીને આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં કોરોનની રસી મુકાવનારા પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

બંને દર્દીને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં

સંજેલી તાલુકા મથકે રહેતા દંપતીએ દસ દિવસ અગાઉ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. જે બાદ તેઓ તાવમાં સપડાયાં હતાં. અને આજે બંનેના પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી પોઝિટિવ આવેલા બંને દર્દીને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે બાદ સ્થાનિક પંચાયત દ્વારા સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આવા કિસ્સાઓથી ગેરસમજ ન ફેલાય તે જરૂરી છે

આમ કોરોના વેક્સિનના ડોઝ લીધા બાદ પણ સંજેલીમાં પોઝિટિવ કેસ નોંધાતા ચારેકોર કોરોના ચર્ચાનો વિષય બન્યો છે. જો કે કોરોનની રસીના બે ડોઝ લેવા જરૂરી છે. તેમજ તબીબોના મત પ્રમાણે કોઈ પણ વેક્સિન 100 ટકા સુરક્ષિત નથી હોતી. જિલ્લામાં આમ પણ ઘણા લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યાં છે. ત્યારે આવા કિસ્સાઓથી ગેરસમજ ન ફેલાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: