કોરોના અપડેટ: પંચમહાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 22, વધુ 4 દર્દીઓએ કોરોનાને માત આપી

ગોધરા5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં મંગળવારે કોરોનાના 0 કેસ નોંધાતાં કુલ 9602 કેસ થયા

પંચમહાલ જિલ્લામાં મંગળવારે શૂન્ય કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 9602 કેસ થવા પામ્યા હતા. 4 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 22 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોના કેસોની સંખ્યા 5523 થઈ છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4079 થવા પામી છે.

9394 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં લોકોનુ વેકસિનેશ ચાલી રહ્યું છે. મંગળવારે 6379 વ્યક્તિઅોઅે રસી મુકાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 398577 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી.

જિલ્લામાં સતત બીજા દિવસે પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહીં : કુલ આંક 7491
મહીસાગર જિલ્લામા સતત બીજા દિવસે મંગળવારે પણ રાહતના સમાચાર મુજબ જિલ્લામાં નવો કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. જેને લઇને જિલ્લામાં કોરોનાના કુલ 7491 કેસ પોઝીટીવ નોધાયા છે. જ્યારે જિલ‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 1, લુણાવાડા તાલુકાના 2 અને સંતરામપુર તાલુકાના 1 કોરોના દર્દીઅે માત આપતા તેમને રજા આપવામાં આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7409 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 279158 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે 207 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય અધિકારીએ જણાવ્યું છે.

જિ.માં 22 દિવસમાં 11 વખત શૂન્ય કેસ
દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવો એકે કેસ નોંધાયો હતો. Rtpcr ટેસ્ટના 2638 સેમ્પલો અને રેપીડના 305 સેમ્પલો પૈકી 1 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. દાહોદ જિલ્લામાં નોંધાયેલ નવા કેસ‌ પૈકી ઝાલોદ ગ્રામ્યનો 1 નવો સંક્રમિત નોંધાયા હતા. હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 6 થઈ જવા પામી છે. જૂન માસના 22 દિવસમાં દાહોદ જિલ્લામાં 11+ વખત શૂન્ય કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: