કોરોના અપડેટ: પંચમહાલમાં કોરોના સંક્રમણના 2 કેસ નોંધાયા, કોરોના @ 3939 : કોરોનાગ્રસ્ત 4 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરા35 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોવિડ-19 સંક્રમણના નવા 2 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3939 થવા પામી છે. 4 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 38 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
નવા મળી આવેલા કેસો પૈકી શહેરી વિસ્તારોમાંથી 1 મળી આવ્યા છે. જે કેસ ગોધરામાંથી મળી આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2882 કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ગોધરામાંથી જ અેક મળી આવ્યો છે. અા સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1057 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા શુક્રવારે કુલ 4 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3761 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 38 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.
મહીસાગરમાં શુક્રવારે કોરોના પોઝિટિવનો એક પણ કેસ નહીં
મહીસાગર જિલ્લામાં શુક્રવારે રાહતના સમાચાર સાથે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેને કારણે જિલ્લામાં કોરોના કુલ 1994 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1940 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
મહિસાગર જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 09 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 120040 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 110 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 06 દર્દીઓ સ્ટેબલ અને 03 દર્દીઓ ઓક્સિજન પર છે.
દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 2 કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાનો નવા 2 કેસ નોંધાયા હતા. તા.29ના રોજ Rtpcr ટેસ્ટના 138 અને રેપીડના 625 સેમ્પલો પૈકી સમગ્ર જિલ્લામાં દાહોદ અને ઝાલોદ ગ્રામ્યના 1-1 સહિત 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું.
શુક્રવારે સાજા થયેલા 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાતા જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 27 થઈ છે. ઉલ્લેખનીય છે કે તા. 21 થી 29 જાન્યુઆરી દરમ્યાન જિલ્લામાં દાહોદના 8 સહિત કુલ માત્ર 15 જ કેસ નોંધાયા છે. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દાહોદમાં કોરોનના કેસ નોંધપાત્ર પ્રમાણમાં ઘટતા પ્રજા સાથે નેતાઓમાં હાશકારો થયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed