કોરોના અપડેટ: દાહોદ શહેરના 12 પોઝિટિવ સહિત જિલ્લામાં કુલ નવા 19 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં સંક્રમિતોની સંખ્યા 1300ને પાર

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતાં તંત્ર અને પ્રજા બંને પક્ષે ચિંતા ફેલાઈ છે. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા થયેલી જાહેરાત મુજબ જિલ્લામાં નવા કુલ19 કેસ નોંધાયા હતા. દાહોદ શહેરના 12 સાથે ઝાલોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના 1-1, લીમખેડા અને ગરબાડાના 1- 1 અને સંજેલીના 3 દર્દીઓ નોંધાયા હતા. આ માટે આરોગ્ય તંત્ર દ્વારા Rtpcr ના 316 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 11 લોકો પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના કુલ 1877 સેમ્પલો પૈકી 8 લોકો પોઝિટિવ આવ્યા હતા.આ સાથે શુક્રવારે જિલ્લામાંથી સાજા થયેલા 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હવે એક્ટિવ કેસોની સંખ્યા ગુરુવારની માફક 195 જ રહેવા પામી છે. આ સાથે જિલ્લાના શહેરી વિસ્તારના સંક્રમિતોની સંખ્યા 1300 ને પાર કરતા 1304 થવા પામી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: