કોરોના અપડેટ: દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા અને લીમડીના વિસ્તારો કોરોના હોટસ્પોટ જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કલેક્ટરે કોવિડની માર્ગ દર્શિકાનું સ્વયંભૂ પાલન કરવા નાગરિકોને અપીલ કરી

દાહોદ જિલ્લામાં કેટલાક ચોક્કસ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાપાત્ર રીતે વધી રહ્યાં છે. જેથી આવા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવા કલેક્ટરે અપીલ કરી છે. સમગ્ર દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી વધી રહેલા કોરોના વાયરસના કેસોનો અભ્યાસ કરતા એવી બાબત સામે આવી છે કે, દાહોદ નગર, ઝાલોદ નગર, દેવગઢ બારિયા અને લીમડી ગામમાંથી મોટા ભાગના કેસો મળી રહ્યાં છે.

નાગરિકો બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળે તે જરૂરી છે

આ વિસ્તારો કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયા છે. અહીં વસતા લોકોએ કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં આ વિસ્તારોએ વિશેષ કાળજી દાખવવી પડશે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, નાગરિકોએ કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્વયંભૂ ચુસ્તપણે પાલન કરવું પડશે. આવું કરવામાં આવે તો જ લોકોને વાયરસના સંક્રમણથી બચાવી શકાશે. તેમણે ઉમેર્યું કે, નાગરિકો બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળે તે ઇચ્છનીય છે. બહારથી ઘરે આવે ત્યારે સેનેટાઇઝેશનની પ્રક્રીયા કરવી જોઇએ. બને ત્યાં સુધી ભીડભાડ ધરાવતી જગ્યાઓમાં જવાનું ટાળવું પડશે. ભીડના કારણે કોરોના વાયરસ ફેલાઇ શકે છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ. એથી આપણે ભીડનો હિસ્સો ના બનવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: