કોરોના અપડેટ: દાહોદના 5 સહિત નવા 10 કોરોના સંક્રમિત નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 9 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ કર્યા, એક્ટિવ કેસોની કુલ સંખ્યા 130 થઇ

દાહોદ જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 10 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરી વિસ્તારના 5 અને ગ્રામ્ય વિસ્તારના 2 સહિત ઝાલોદ ગ્રામ્યના 2 દર્દી અને લીમખેડાના 1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાવા પામ્યું હતું. તા.19/12/2020ને શનિવારે જાહેર થયા મુજબ આરટીપીસીઆઇર ટેસ્ટના 305 સેમ્પલો પૈકી 3 અને રેપીડના 818 સેમ્પલો પૈકી 2 દર્દી પોઝિટિવ આવ્યા હતા.આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 9 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 130 થવા પામી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: