કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં મંગળવારે નવા 8 કોરોના સંક્રમિત નોંધાયા, જિલ્લા અને રાજ્યના આરોગ્ય તંત્રના આંકડામાં તફાવત

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod District, 8 New Corona Infections Were Reported On Tuesday, With Differences In District And State Health System Figures

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 228 સેમ્પલો પૈકી 2 અને રેપીડના 1055 સેમ્પલો પૈકી 6 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. પદાહોદ તાલુકાના નવા 6 પોઝિટિવ કેસ સહિત ગરબાડા તથા ઝાલોદના 1-1 દર્દી કોરોનાગ્રસ્તનું નોંધાયું હતું. આ સાથે મંગળવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 9 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા ફક્ત 41 થવા પામી છે. દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ સાંજે જાહેર થતા કોરોનાના દર્દીઓ અને ડિસ્ચાર્જ કેસોની માહિતી બાદ રાતે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી વિવિધ જિલ્લાઓના આંકડા દર્શાવે છે.

તેમાં અનેક વખત તફાવત જોવાય છે. તાજેતરમાં દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા 9 દર્દી હોવાનું દર્શાવાયું હતું તેની સામે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા તે દિવસે નવા 23 દર્દી કોરોના પોઝિટિવ હોવાની નોંધ જાહેર થઈ હતી. તા.2 નવેમ્બર ના રોજ દાહોદ ખાતે 9 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હોવા સાથે એક્ટિવ કેસોની સંખ્યા 42 દર્શાવાઈ હતી. તેની સામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે રાતના સોમવારે દાહોદ ખાતે 36 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: