કોરોનાનો ભય: દાહોદ જિલ્લા અદાલતમાં કોરોના સામે સાવધાન રહેવા બાર એસોસિએશમાં મહત્વના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેસોની સુનાવણીમાં લાંબી મુદત આપવા વકીલોનો અનુરોધ
  • 25 માર્ચથી 5 એપ્રિલ સુધી મહત્વપૂર્ણ કેસો જ ચલાવવા વિનંતી

દાહોદ જિલ્લા વકીલ મંડળ દ્વારા બાર એસોશીએશનની તાકીદની સામાન્ય સભા મળી હતી. જેમાં મહત્વના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતાં. જેમાં કેસોની સુનાવણીમાં લાંબી મુદત આપવા વકીલોએ અનુરોધ કર્યો હતો. તથા 25 માર્ચથી 5 એપ્રિલ સુધી મહત્વપૂર્ણ કેસો જ ચલાવવા વિનંતી કરી હતી.

જીલ્લા ન્યાયાધીશને વિનંતી કરવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો

દાહોદના છાપરી મુકામે ડીસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ કોમ્પલેક્ષમાં દાહોદ જિલ્લા બાર એશોસીએશન, દાહોદ જિલ્લાના વકીલ મંડળની સામાન્ય સભા મળી હતી. જેમાં બે જેટલા ઠરાવોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યાં હતાં. આ બે ઠરાવોમાં પ્રથમ દાહોદ જીલ્લા અદાલતની તમામ કોર્ટમા ફીઝીકલ વર્ક ચાલે છે તેમાં ન્યાયાધીશ હાલના કેસનો નિકાલ કરવાના હેતુસર ટુંકી મુદતો આપે છે. જેથી મુદત લાંબી આપવી જોઈએ અને આ ઠરાવની એક નકલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મોકલી અને તેમાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરીએ છીએ કે નીચલી અદાલતના જજ સાહેબો પાસે હાલમાં કોવીડ-19 મહામારીનો સમય ચાલતો હોય કેસના નિકાલની સંખ્યા માટે તે અંગે યોગ્ય થાય તેવું કરશો. જેથી પણ હાલમા દાહોદ જીલ્લા અદાલતોમાં કેસોનો નિકાલ થવો શક્ય નથી. જેથી તે અંગે યોગ્ય ઘટતુ કરવા જીલ્લા ન્યાયાધીશને વિનંતી કરવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

આવનાર દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધવાની પુરેપુરી શક્યતા

તેમજ બીજા ઠરાવમાં હાલના સમગ્ર ગુજરાત રાજ્યના કોવીડ-19ની મહામારીએ વિકરાળ સ્સવરૂપ ધારણ કરેલ હોય જેના કારણે દાહોદ જીલ્લા તથા શહેરમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી નામદાર જીલ્લા અદાલતમાં પક્ષકારો અને વકીલમિત્રો મોટી સંખ્યામાં અવર-જવર કરતા હોય અને આવનાર દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

ક્રિમીનલ કેસોમાં આરોપીઓ ઉપર વોરંટ ન કાઢવા વિનંતી કરવામાં આવી

જે અંગે ચર્ચા વિચારણા કરી તા. 25થી 5 એપ્રિલ 2021 દરમિયાન સંબધીત પક્ષકારો તરફથી આગ્રહવાળી અરજન્ટ મેટરો સિવાય અન્ય કામગીરીથી વકીલોને કેસ ચલાવવા નામદાર કોર્ટે દબાણ કે આગ્રહ ન કરવો તેવું સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. અને નામદાર જીલ્લા ન્યાયધીશ તથા ફેમીલી જજની તેમજ અન્ય દાહોદ જીલ્લાના તમામ ન્યાયાધીશો તથા તમામ રેવન્યુ અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે. વધુમાં નામદાર કોર્ટે પેન્ડીંગ કેસોમાં જે તે સ્ટેજ હોય તે ઉપર જ રાખવા અને ક્રિમીનલ કેસોમાં આરોપીઓ ઉપર વોરંટ ન કાઢવા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: