કોરોનાનો કહેર: સંજેલીનગરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં ત્રણ સંક્રમિતો મળ્યાં, દંપતી પોઝિટિવ આવતાં 13 ટીમો દ્વારા 769 ઘરોનો સર્વે શરૂ કરાયો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Door to door Survey In Sanjeelinagar Found Three Infected People, Couple Tested Positive And 13 Teams Started Surveying 769 Houses.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- સંજેલી અર્બન બેંકના કર્મચારી પોઝિટિવ આવતાં બેંક બંધ કરાઇ
સંજેલી નગરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અધિકારી માર્ગદર્શન મુજબ તેર જેટલી ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી 769 ઘરોમા સર્વેની કામગીરી દરમ્યાન બાર શંકાસ્પદ ટેસ્ટમાંથી ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. શનિવારે ડોઝ લેનાર બેન્ક કર્મચારી પોઝિટિવ નોંધાતાં બેન્ક બંધ કરવી પડી હતી.
સંજેલી નગરમાં રવિવારના રોજ વેક્સીનેશનનો ડોઝ લેનાર દંપતિ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. જેને લઇ સોમવારના રોજ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા તેર જેટલી ટીમો બનાવી સંજેલી નગરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોવિડ રસીકરણ, ટીબી, લેપ્રસી જેવા રોગોની સર્વે કરવામાં આવી હતી. જેમાં કન્ટેઇનમેન્ટ માંડલી રોડ, હોળી ફળીયા, કુંભાર ફળીયું, મેન રોડ, પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારો મળી 769 જેટલા મકાન સહિત વિસ્તારોમાં સર્વેની કામગીરી દરમ્યાન બાર જેટલા શંકાસ્પદ કેસ જણાયા હતાં.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં નવ નેગેટિવ કેસ નોંધાયાં હતાં. જ્યારે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. કન્ટેનમેઇન્ટ વિસ્તારમાં રવિવારના રોજ પોઝિટિવ આવેલા દંપતીના ઘરેથી ફરી બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. શનિવારના રોજ વેક્સીનેશનનો પ્રથમ ડોઝ લેનાર અર્બન બેંકના કર્મચારીને પણ પોઝિટિવ નોંધાતા ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આમ સોમવારનાં રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરીમાં આવી હતી. જે દરમ્યાન ડોઝ લેનાર એક બેંક કર્મચારી સહિત ગઈકાલે પોઝિટિવ આવેલા દર્દીના ઘરે ફરી બે પોઝિટિવ કેસ મળી સંજેલી નગરમાં એક સાથે ત્રણ પોઝિટિવ કેસ નોંધાતાં નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed