કોરોનાનો કહેર: નવા વર્ષના પ્રથમ દિવસે કોરોના પોઝિટિવના 6 દર્દીઓ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

નવા વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. આ કેસમાં દાહોદ શહેરના 4 અને લીમખેડાના 2 વ્યક્તિ પોઝિટિવ હોવાનું નોંધાવા પામ્યું હતું. તા.1.1.2021 ને શુક્રવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 300 સેમ્પલો પૈકી 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જયારે કે રેપીડના 685 સેમ્પલો પૈકી 1 દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. તો શુક્રવારે સાજા થયેલા 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે આગલા દિવસે ગુરુવારે દાહોદ જિલ્લામાં દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય અને ગરબાડાના 3 -3, લીમખેડાના 5 અને ઝાલોદ ગ્રામ્ય, દેવગઢ બારિયા અર્બન, દેવગઢ બારીયા ગ્રામ્ય, ધાનપુર, ફતેપુરા 1- 1 દર્દી મળીને કોરોનાના નવા 19 કેસ નોંધાવા પામ્યા હતા. તો શુક્રવારના નવા 6 કેસ સાથે હવે કુલ 2647 કેસ પૈકી 131 એક્ટિવ કેસ થવા પામ્યા છે.

કોરોના વેક્સિન માટે ડ્રાય રન યોજવામાં આવશે
દાહોદ. જાન્યુઆરી 2021માં કોરોનાની વેક્સિન ભારતને પ્રાપ્ત થનાર છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે વેક્સિન આવતા પહેલા ભારતના તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજાનાર છે.જેમાં ગુજરાતમાંથી આ કાજે પસંદ થયેલ માત્ર ચાર જિલ્લામાં દાહોદનો પણ સમાવેશ થયો છે. ગુજરાત રાજ્યમાંથી આ કાજે પસંદ થયેલા માત્ર ચાર જ જિલ્લાઓમાં દાહોદ, વલસાડ, ભાવનગર અને આણંદ ખાતે ડ્રાય રન યોજાશે. શનિવારે 2 જાન્યુઆરીએ આ અંતર્ગત દાહોદ ખાતે સિલેક્ટેડ સાઈટ્સ પર આ ડ્રાય રન કરવામાં આવશે.

માસ્ક કે સોશિયલ ડિસ્ટંન્સિંગ નથી
દાહોદ શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટંન્સિંગ જેવું કશું લાગતું નથી. ત્યારે આ વિસ્તારના લોકો અસરગ્રસ્ત થયે કોરોનાના ટેસ્ટ કરાવે છે કે કેમ? ખાનગી લેબોરેટરીમાં કે સીટીસ્કેન જેવા ટેસ્ટ કરાવી ખાનગી દવાખાનાઓમાં જ સારવાર પામતા દર્દીઓની સંખ્યા કેટલી છે? વગેરે હકીકતની પણ તલસ્પર્શી તપાસ જરૂરી બની છે.


Related News

Comments are Closed

%d bloggers like this: