કોરોનાનો કહેર: દાહોદમાં કોરોનાના કેસ ઓછા થતાં લોકો બિન્ધાસ્ત બન્યા, ખાનગી હોસ્પિટલમાં સંક્રમિતો નોંધાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસની સંખ્યામાં પારાવાર ઘટાડો નોંધાતા લોકો ખુબ હદે બિન્ધાસ્ત બન્યા છે. માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન વિના લગ્નો સહિતના વિવિધ સામાજિક અવસરો છુટથી યોજાતા થયા છે. તો હાલમાં સ્થાનિક ચૂંટણીના સમયે પણ શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકટોળા ઉમટે છે.

દાહોદ શહેર સાથે જિલ્લામાં પણ મુંબઈની જેમ ફરીથી લોકડાઉનની પરિસ્થિતિ આવશે કે કેમ તેવી પણ લોકચર્ચા ચાલી રહી છે. ચૂંટણીના માહોલને લઈને રેલીઓ કે પ્રચાર-પ્રસાર ટાણે સંયમ જળવાય અને કમસેકમ કોરોનાની ગાઇડલાઇનનો અમલ થાય તે ઇચ્છનીય છે. મુંબઈમાં ફરીથી કોરોનાનો બીજો સ્પેલ આવતા અનેક લોકો અસરગ્રસ્ત બન્યા છે ત્યારે દાહોદ જેવા નાના સેન્ટરમાં બીજો સ્પેલ આરંભાશે તો શું થશે તે વિચાર જ કંપારી લાવી દે છે. હાલમાં ભલે સરકારી ચોપડે કોરોનાના કેસ નહીંવત નોંધાય છે પરંતુ હજુ પણ જોખમ તો છે જ.






Related News

Comments are Closed

%d bloggers like this: