કોરોનાનો કહેર: ડિસેમ્બરમાં જિલ્લાના કુલ દર્દીઓ પૈકી 43.44% દર્દીઓ માત્ર દાહોદના નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક

- છેલ્લા એક મહિનામાં જ દાહોદ શહેરમાં નવા 189 દર્દીઓ નોંધાયા
કોરોનાના કારણે આર્થિક અને માનસિક રીતે તૂટી ગયેલા લોકોનો કેડો આ બીમારી આશરે નવ માસ બાદ પણ હજુ છોડતી નથી. ત્યારે આ દાયકાના અંતિમ વર્ષ 2020 ના છેલ્લા માસમાં જ દાહોદ જિલ્લાના નોંધાયેલ કોરોના કુલ કેસ પૈકી આશરે અડધોઅડધ કેસ દાહોદ શહેરના નોંધાવા પામ્યા છે.
દિવાળી પૂર્વે કેસની સંખ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા બાદ અચાનક પોઝિટિવ કેસોની સંખ્યા વધતા દાહોદ જિલ્લામાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ કોરોનાના 435 નવા કેસો નોંધાયા હતા. જે પૈકી સૌથી વધુ કેસ તા.2.12.’20 ના રોજ 25 અને સૌથી ઓછા કેસ તા.30.12.’20 ના રોજ માત્ર 5 નોંધાયા હતા. આ કુલ 435 કેસ પૈકી 179 કેસ, માત્ર દાહોદ શહેરના નોંધાવા પામ્યા હતા. જે કુલ કેસના 43.44% થાય છે. દાહોદ શહેર, એ દાહોદ જિલ્લાનું મુખ્ય મથક હોઈ દિવસભર આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોનો આવરોજાવરો રહે છે.
ત્યારે બહારથી આવતા અને શહેરમાં વસતા લોકો પૈકી અડધોઅડધ લોકો દિવસભર બિન્દાસ્ત રીતે માસ્ક કે સોશિયલ ડિસ્ટંન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવી બેફિકરાઈથી ફરતા રહે છે. આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર જે તે સ્થળોએ વખતોવખત આકસ્મિક ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરે છે. તેમ છતાં દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નહીં લેતા જાગૃત લોકો સ્વાભાવિક રીતે ચિંતામગ્ન બન્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં નોંધાયેલ કેસો પૈકીના મોટાભાગના કેસ પણ વળી, શહેરના ગણતરીના ચોક્કસ વિસ્તારોમાંથી જ નોંધાયા છે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed