કોરોનાની વકરતી સ્થિતી: દાહોદમાં મોતનું તાંડવ યથાવત, ઝાયડસ સંકુલ રોકકળથી ભીંજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેર-જિલ્લાના યુવાનોના કરુણ મોતથી અનેક ઘરોમાં માતમ છવાયો
  • મંગળવારે કોરોનાથી સંક્રમિત આખા પરિવારના એક યુવાનનું મોત થયું હતું

દાહોદમાં મંગળવારે પણ કોરોનાગ્રસ્તોના મૃત્યુનું તાંડવ ચાલુ રહ્યું હતું. મંગળવારે દાહોદની ઝાયડસ સહિતની હોસ્પિટલોમાં સરકારી રાહે ભલે દરરોજ ઓછો આંક પ્રદર્શિત થાય છે પરંતુ, દાહોદના સ્મશાનમાં છેલ્લા કેટલાય દિવસથી મોતનું તાંડવ જોઈને ભલભલા મજબૂત માણસની છાતીના પાટિયા બેસી જાય તેવી હાલત જોવા મળે છે.

મંગળવારે વહેલી સવારે દાહોદના એક યુવાન વિશ્વેશ શાહનું કોરોનાથી ઝાયડસમાં અવસાન થયું હતું. કરુણતા એ હતી કે યુવાન અને તેની પત્નીને ત્રણ દિવસ અગાઉ જ દાહોદની ખાનગી હોસ્પિટલમાંથી કોવિડની સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા હતા. તો આ યુવાનના માતા-પિતા પણ સંક્રમિત હોઈ તેઓ દાહોદની ઝાયડસમાં સારવાર લઇ રહ્યાં છે. તો તેની પત્ની અને માત્ર 8 વર્ષીય બાળક પણ સંક્રમિત હોઈ હોમ આઇસોલેશનમાં છે.

ત્યારે આ યુવાનના એકમાત્ર સ્વજન વિપુલભાઈ શાહે દાહોદ સ્મશાનની સેવાભાવી ટીમના સથવારે આ યુવાનની અંતિમ ક્રિયાઓ સંપન્ન કરી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવાનના મૃત્યુની તેના વૃદ્ધ માબાપને હજુ પોતાના એકમાત્ર આધારને ગુમાવી દેવાની ખબર નથી અપાઈ. આ સાથે દાહોદના સ્મશાનમાં મંગળવારે થયેલી 3 યુવાનોની અંતિમવિધિ સહિત સહિત છેલ્લા બે ત્રણ દિવસમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના 26થી લઇ 50 વર્ષ સુધીના લગભગ 10થી વધુ યુવાનોની અંતિમવિધિ કોરોના પ્રોટોકોલ જાળવીને સંપન્ન થઇ છે.

છેલ્લા સપ્તાહથી દૈનિક સરેરાશ 20થી વધુ લાશોના અંતિમ સંસ્કાર યોજાય છે
દાહોદ હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થામાં છેલ્લા સપ્તાહથી દૈનિક સરેરાશ 20થી વધુ લાશોની અંતિમ વિધિ સંપન્ન થાય છે. જે પૈકી મોટાભાગની લાશો કોરોનાગ્રસ્તોની હોઈ અંતિમ વિધિ ટાણે જે તે મૃતકોના સ્વજનો ગભરાઈને કે પોતે કોરોનાગ્રસ્તો હોઈ અંતિમવિધિ માટે આવી નથી શકતા.

દાહોદના સ્મશાનમાં નરેશ પસાયા અને મુન્નાભાઈ પઠાણ નામે બે મુખ્ય વ્યક્તિઓ સહિત વોર્ડ 6ના કાઉન્સિલર એહમદ ચાંદની ટુકડીના સેવાભાવીઓ કોઈપણ સ્વાર્થ વિના જ હિંદુ મૃતકોની સંનિષ્ઠતાથી રૂમમાંથી લાકડા કાઢવાથી લઇ કેચી ઉપર ગોઠવવા અને લાશની અંતિમ વિધિ કરવા સુધ્ધાંની સેવાઓ આપે છે. દાહોદમાં ઇલેક્ટ્રિક કે ગેસ ચેમ્બરની સુવિધા કાર્યાન્વિત થાય તે માટે પણ મુલાકાતે આવેલા મુ.મંત્રીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: