કોરોનાની બીજી લહેર: 5 દિવસમાં દાહોદ જિલ્લામાં નવા 92 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • આગામી હોળી-ધૂળેટીને ધ્યાનમાં રાખી જાહેરનામું
  • કોરોના સંક્રમણને રોકવા 15 એપ્રિલ સુધી જાહેર મેળાવડા ઉપર પ્રતિબંધ
  • 3 માસમાં સૌથી હાઈએસ્ટ આંક સાથે મંગળવારે 26 કેસ
  • શહેરના 12, ગ્રામ્યના 5 મળી 17 કેસ માત્ર દાહોદ તાલુકાના

મંગળવારે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં સૌથી હાઈએસ્ટ આંક સાથે કોરોનાના 26 નવા સંક્રમિત નોંધાયા હતા. માહિતી મુજબ તારીખ 23 માર્ચે જિલ્લામાં Rtpcr ટેસ્ટના 380 સેમ્પલો પૈકી તમામ 26 પોઝિટિવ નોંધાયા હતા અને રેપીડના 851 સેમ્પલો પૈકી તમામ નેગેટિવ નોંધાયા હતા.

તા. 23 માર્ચે દાહોદ શહેરના 12 અને ગ્રામ્યના 5 મળી 17 કેસ તો માત્ર દાહોદ તાલુકાના જ નોંધાયા હતા. તો આ સાથે ઝાલોદ ગ્રામ્યના 4, સીંગવડના 3 અને ધાનપુર તથા ફતેપુરાના 1-1 મળી કુલ 26 કેસ પોઝિટિવ આવ્યા હતા.આ સાથે જિલ્લામાં સજા થઇ ચૂકેલા 8 લોકોને ડિસ્ચાર્જ કર્યા બાદ હવે જિલ્લાના કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 121 થઇ છે.

ઉલ્લેખનીય છે કે માત્ર એક જ મહિના અગાઉ તા.24 માર્ચે દાહોદ જિલ્લામાં માત્ર 8 જ કેસ એક્ટિવ હતા અને ત્યારે કોરોનાની સંભવિત વિદાયના ભણકારા વાગતા હતા તેવું લાગતું હતું. પરંતુ, કોરોનાની બીજી લહેર શરૂ થતાં એક જ મહિનામાં એક્ટિવ કેસોની સંખ્યા 15 ગણી વધીને 121 થવા પામી છે તો તા.19 થી 23 માર્ચના છેલ્લા પાંચ દિવસમાં જ દાહોદ જિલ્લામાં 92 નવા પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો આ સિવાય ખાનગી ટેસ્ટમાં પણ અનેક આખા ને આખા પરિવારો જ સંક્રમિત થઈ ખાનગી હોસ્પિટલોમાં સારવાર પામી રહ્યાં છે. તંત્ર દ્વારા અમુક ખાનગી હોસ્પિટલોને જ્યારે કોરોના સારવાર માટે પ્રમાણિત કરવામાં આવી છે. ત્યારે ત્યાં સારવાર પામતા કે ટેસ્ટ કરાવતા લોકોના આંક પણ સરકારી આંકની સાથે પ્રકાશિત કરવામાં આવે તો આંક હજી વધી જાય તેમ છે.

દાહોદ જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ અને આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોનાનો ફેલાતો અટકાવવા માટે એક જાહેરનામાં દ્વારા કેટલાંક પ્રતિબંધો કલેક્ટર વિજય ખરાડીએ તા.23 માર્ચથી આગામી 15 એપ્રીલ સુધી મૂકયા છે.

જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ જિલ્લામાં કોઇ પણ સ્થળોએ, કોઇપણ પ્રકારનાં મનોરંજન માટેના, સાસ્કૃતિક કાર્યક્રમ કે ધાર્મિક મેળાનું આયોજન કરી શકાશે નહી. હોળી-ધૂળેટી દરમિયાન કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓ મંડળી બનાવી જાહેર સ્થળો, માર્ગો પર અવરજવર કરતાં રાહદારીઓ, વાહનચાલકો, માલમિલકત ઉપર કે વાહનમાં મુસાફરી કરી રહેલાં મુસાફરો કે માલસામાન પર, કિચડ, રંગ કે રંગમિશ્રિત કરેલ પાણી, તેલ, તેવી કોઇ વસ્તુ ભરેલા ફુગ્ગા, પ્લાસ્ટિકની થેલી કે વસ્તુ નાખવી કે નખાવવી નહી. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ જાહેર સ્થળો કે માર્ગો પર અવરજવર કરતાં વ્યક્તિઓ કે વાહનોને રોકીને નાણાં ઉઘરાવવા નહી તેમજ માર્ગો પર અન્ય અવરોધ કરી વાહનોને રોકવા નહી. આનો ભંગ કરનાર વ્યક્તિ આઇપીસી તેમજ અન્ય કલમો મુજબ શિક્ષાને પાત્ર થશે. જિલ્લામાં હોળી-ધૂળેટીમાં આમલી અગિયારસ, ગોળગધેડા તેમજ ચાડીયા ચૂલના મેળાનું દરવર્ષે આયોજન થાય છે. જેમાં ભીડ થતી હોય સંક્રમણ ફેલાવાની શકયતા વધારે રહે છે, જેને રોકવા આ પ્રતિબંધ મૂકાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: