કોરોનાની ઉજવણીનો થનગનાટ: વડોદરાવાસીઓનો સેઇફ ઉજવણી માટે પંચમહાલના સ્થળો તરફ ધસારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા-હાલોલ-દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • શિવરાજપુર અને જાંબુઘોડાના રિસોર્ટમાં બુકિંગ હાઉસફૂલ

હાલોલ, જાંબુઘોડા, શિવરાજપુર અને રામેશરા સ્થિત ખાનગી રિસોર્ટ સહિત ફોરેસ્ટના ઇકોટુરિઝમ સેન્ટરો માં 31મી ડિસેમ્બરે પાર્ટી યોજાય નહી તે માટે પોલીસન સઘન ચેકીંગ શરુ કરાયું છે. વડોદરાવાસીઓએ સેઇફ ઉજવણી માટે પંચમહાલના સ્થળો તરફ નજર રાખી રહ્યા છે. કેટલાકે તો જંગલમાં આવેલા રિસોર્ટમાં બુકિંગ પણ કરાવી લીધા છે.. પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ લોકો એકઠા ના થાય અને કોઇ કાર્યક્રમનું આયોજન ના કરે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરાશે. જાંબુઘોડા પીએસઆઇ આર.જે જાડેજાએ જણાવ્યું હતું કે ગાઈડ લાઈન મુજબ કોઈ રિસોર્ટ કે ફાર્મ હાઉસ પર પાર્ટી યોજવા પર પ્રતિબંધ છે.

– પંચમહાલમાં 10થી વધુ રિસોર્ટ બુક થયા પંચમહાલ જિલ્લાના 10થી વધુ નાના મોટા રિસોર્ટ બુક થઇ ગયા હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું જેમાં જાંબુઘોડાના 3 રિસોર્ટનો સમાવેશ થાય છે. આ રિસોર્ટમાં 300થી 400 લોકોનો સમાવેશ થાય છે. શિવરાજપુર- ભાટનો 1, હાલોલ પાસે 3 પ્રાઇવેટ રિસોર્ટ અને રામેશરા દેવ કેમ્પ પણ બુક થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. – દાહોદ જીલ્લાના રિસોર્ટ પણબુક દાહોદ જીલ્લામાં ઉદાલમહુડા ત્રણ ટેન્ટ, બે ટ્રીહાઉસ અને ત્રણ રૂમ બુક થયા હોવાનું જાણવા મળ્યું હતું જયારે – નળદા કેમ્પ સાઈડમાં દસ ટેન્ટ હાઉસ બુક કરાયાછે.






Related News

Comments are Closed

%d bloggers like this: