કોણ બનશે પ્રમુખ?: દાહોદ જિલ્લા અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપ પ્રમુખની 17 માર્ચે તાજપોશી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- પાર્લામેન્ટ્રી બોર્ડના પટારામાંથી કોનું નસીબ નીકળશે તે નિશ્ચિત નથી પ્રચંડ બહુમતી હોવાથી મુખિયાઓ નક્કી કરવા એ મોવડીઓ માટે માથાનો દુખાવો
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ચારે કોર ભાજપાનું કમળ ખીલ્યુ છે. જેથી જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોમાં ભાજપાના જ હોદ્દેદારો સત્તા ગ્રહણ કરશે તે સ્પષ્ટ છે. હવે આગામી તારીખ 17 માર્ચના રોજ આ તમામ સંસ્થાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી થવાની હોઇ પદવાંચ્છુઓએ લોબીંગ શરુ કરી દીધુ છે.મુખ્યત્વે જિલ્લા પંચાયતમાં કોણ સત્તા સ્થાને બીરાજશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
દાહોદ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ કોંગ્રેસની જૂથબંધી અને તેમના ઘર કંકાસને કારણે આ ગઢના એક પછી એક કાંગરા ખરતાં ગયા છે.જિલ્લાના ઇતિહાસમાં કોંગ્રેસની કપરી દુર્દશા આ ચુંટણીઓમાં થઇ છે.કારણ કે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ બેઠકો પ્રાપ્ત થઇ છે ત્યારે હારનું પોસ્ટમોર્ટમ પણ કેવી રીતે કરવું તે પક્ષના નેતાઓને સમજાતું નથી.
ભારતીય જનતા પક્ષે ધીમે ધીમે જિલ્લામાં પગ પેસારો કર્યો અને ક્રમશઃ ત્રણ વિધાનસભા અને સંસદની બેઠક પણ કબ્જે કરી લીધી.હાલમાં જિલ્લામાં 86 ટકા વિસ્તાર પર કમળનો કબ્જો છે ત્યારે પંજાને જાણે પેરાલીસીસ થઇ ગયો હોય તેમ લાગી રહ્યુ છે.ભાજપે જિલ્લામાં શૂન્ય માંથી સર્જન કર્યુ છે જ્યારે કોંગ્રેસ શૂન્યવત થઇ ગઇ છે.ત્યારે આવી પ્રચંડ જીત પછી હવે ભાજપા માટે અગ્નિ પરીક્ષાનો સમય આવી ગયો છે.
દાહોદ જિલ્લામાં હવે જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપ પ્ર્મુખની ચુંટણી આગામી તારીખ 17 માર્ચના રોજ યોજાનાર છે.જિલ્લા પંચાયતમાંથી સત્તાવાર રીતે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દિવસે સવારે 11 કલાકે સાગમટે હોદ્દેદારોની ચુંટણી યોજાશે.આમ તો સોગઠાંબાજી પહેલેથી જ શરુ થઇ ગઇ છે પરંતુ તે હવે તેમાં હવે ગતિ આવી જશે.કારણ કે પાર્લામેન્ટ્રી બોર્ડના પટારામાથીં કોનુ નસીબ નીકળશે તે હાલ કહેવુ અશક્ય છે.કારણ કે કોને બેસાડવા અને કોને કોરાણે મુકવા તે મોવડી મંડળ માટે સવા લાખનો સવાલ છે.
દાહોદ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવવા 2015માં કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સમરાંગણ થયુ હતુ અને છેવટે કોંગ્રેસે સત્તા મેળવી હતી પરંતુ અઢી વર્ષ બાદ કોંગી બળવાખોરોને કારણે ભાજપે સતા આંચકી લીધી હતી.આ વખતે જિલ્લા પંચાયતમાં ભાજપે 50 માંથી 43 બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસ માત્ર અડધો ડઝન બેઠકો મેળવી અટવાઇ પડી છે તેમજ અક અપક્ષ છે.જેથી મુખ્યત્વે પ્રમુખ કોણ બનશે તે મહત્વનુ છે.
સંસ્થા પ્રમુખપદની સ્થિતિ દાહોદ જિ પંચાયત આદિજાતિ મહિલા
તાલુકા પંચાયતો દે,બારીયા આદિજાતિ મહિલા ધાનપુર આદિજાતિ મહિલા ફતેપુરા આદિજાતિ મહિલા ગરબાડા આદિજાતિ મહિલા સીંગવડ આદિજાતિ મહિલા દાહોદ આદિજાતિ લીમખેડા આદિજાતિ ઝાલોદ આદિજાતિ સંજેલી આદિજાતિ
Related News
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members OfRead More
Comments are Closed