કેસરિયા રાજ: દાહોદ જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન વિધિવત પ્રસ્થાપિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- પ્રમુખ-ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોના નામ જાહેર કરી જંગી બહુમતીમાં બગાવત ટાળવાનો જોખમી પ્રયાસ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન પદે ધારણાં કરતા બીજુ નામ જાહેર થતાં આશ્ચર્ય
દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બંન્ને ઉમેદવારો વિજેતા થયા હતા. ત્યારે જિલ્લાની 9 તાલુકા પંચાયત પૈકી 8 પંચાયતોમાં ભાજપાના હોદ્દેદારો બીનહરીફ જાહેર કરાયા હતા. ફક્ત સંજેલીમાં ચુટણી થઇ હતી પરંતુ તેમાં પણ ભાજપાના જ ઉમેદવારો વિજયી થતાં સમગ્ર જિલ્લામાં કેસરિયા રાજ સ્થાપિત થઇ ચુક્યુ છે. આમ ભાજપીઓનું કોંગ્રેસ મુક્ત દાહોદનું સ્વપ્ન હાલ કમસેકમ સ્થાનિક સ્વરાજ્ય પુરતું સાકાર થયુ હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપાના પ્રમુખ પદ માટે ઝાલોદ તાલુકાના વગેલા બેઠક સભ્ય શીતલ વાઘેલા અને ઉપ પ્ર્મુખપદ માટે દુધિયા બેઠકના સદસ્ય સરતન ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જેથી બુધવારે 11 વાગે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બંન્ને ઉમેદવારોને બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ભાજપના મોવડી મંડળે આ વખતે અન્ય મહત્વના હોદ્દાની ફાળવણી પણ કરી દીધી છે. જેમાં મહત્વની કારોબારી સમિતિના ચેરમેન પક્ષના નેતા અને દંડકના નામો પણ તેની સાથે જ નક્કી કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત તેની પધ્ધતિ પ્રમાણે જ કરાશે. ત્યારે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પદે આશ્ચર્ય જનક રીતે જિથરા ડામોર, પક્ષના નેતા તરીકે કરણસિંહ ડામોર તેમજ દંડક માટે સુશીલા બારીયાના નામ નક્કી કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે મોટા ભાગની તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ ઉપ પ્રમુખ સિવાય અન્ય પદાધિકારીઓના નામ પક્ષ લેવલે જાહેર કરાયા છે. કારણ કે મહત્તમ પંચાયતોમાં પ્રચંડ બહુમતી ભાજપને મળી છે ત્યારે બાકીના રાજકીય વજન ધરાવતા સભ્યોને ધરપત રહે તેવા હેતુથી સંભવિત અસંતોષ ટાળવા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી રીતે જાહેરાતો કરવામાં આવી છે. જોકે, તેની વિપરીત અસરો થવાની પણ સંભાવના રહેલી છે.
આજે સત્તાવાર જાહેરાતો પછી ચુંટાયેલા હોદ્દેદારો અને તેમના સમર્થકોએ વાજતે ગાજતે વિજય સરઘસ કાઢ્યા હતા. એક તરફ કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે તેમ છતાં જીતના જોશમાં તમામ નેતાઓ અને કાર્યકરો કોવિડની તમામ માર્ગદર્શિકાના લીરે લીરા ઉડાડ્યા હતા. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના દર્દી વધી રહ્યા છે તેમ છતાં રાજકીય જીતના ઉન્માદમાં કેટલાય લોકો જાણે જીવનને જ હોડમાં મુક્વા માંગતા હોય તેવા તાદ્શ દ્રશ્યો જોવા મળ્યા હતા.
Related News
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members OfRead More
Comments are Closed