કેદી ફરાર: દાહોદની ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે લવાયેલો કેદી પોલીસની નજર ચુકવી ફરાર થઇ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આરોપી કોરોના પોઝિટિવ હોવાથી તેની સારવાર ચાલતી હતી હાથકડી સાથે આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ગતરોજ એક ચકચાર બનાવ સામે આવ્યો છે. જેમાં એક આરોપી સારવાર લઈ રહ્યો હતો અને પોલીસ જાપ્તામાં હતો ત્યારે આરોપીએ પોલીસની નજર ચુકવી હાથકડી સાથે ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા અનુસાર, આ આરોપી થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ હતો અને તે સારવાર લઈ રહ્યો હતો.

ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયામાં રહેતો રાજન ઉર્ફે દિનેશ રૂમાલભાઈ ડામોરને કોઈ ગુનામાં પોલીસ પકડી લાવી હતી અને ત્યારબાદ તેની તબીયત સારી ન હોવાને કારણે તેને દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા અનુસાર, આ આરોપી કેટલાક દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તે સિવાયની પણ તેની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં ચાલતી હતી. ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આ આરોપીને હથકડી સાથે રાખવામાં આવ્યો હતો. તે સમયે ઉપસ્થિત પોલીસની નજર ચુકવી આ આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી જતાં દાહોદ શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: