કિસ્મત બાદ કોરોના વેરી બન્યો: પિયરમાં રહેતી મહિલાના પિતાનો કોરોનાએ ભોગ લીધો, ભાઈ-ભાભીએ કાઢી મૂકતાં 181ની ટીમ વ્હારે આવી
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- તારી કોઈ મિલ્કત નથી તેમ કહી કાઢી મૂકવાનો તખ્તો તૈયાર હતો અને 181 વ્હારે આવી ખાખીને જોતા જ ભાઈ ભાભીની શાન ઠેકાણે આવતા માફી માંગી
દાહોદમાં એક ગૃહકલેશના કિસ્સામા પીડિત મહિલાને સાથ આપી દાહોદની મહિલા અભયમ ટીમે પરિવારમાં સમાધાન કરાવ્યું હતું. વાત એમ હતી કે દાહોદના કોઇ એક ગામમાંથી એક મહિલાનો 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે તેમના ભાભી દરરોજ હેરાન કરે છે અને વાત હિંસા સુધી પહોંચી છે. અભયમ રેસ્ક્યુ ટીમ દાહોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાના ભાઇ-ભાભીને કડક શબ્દોમાં સૂચના આપી આ રીતે હેરાન-પરેશાન નહીં કરવા જણાવ્યું હતું. જેમાં બંનેએ માફી માગતા ફરી કયારેય આવું ન કરવા એકરાર કર્યો હતો. આ મહિલાના છુટાછેડા થયાં છે અને પિયરમાં માવતર સાથે રહેતા હતા, પરંતુ બે મહિના પહેલા પિતાનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જેથી તેમના ભાઇ-ભાભી ઘરેથી જતા રહેવા અવારનવાર જણાવી ઝગડો કરતાં હતા. તારી કોઈ મિલ્કત નથી બધી અમારી છે એમ કહી વારંવાર દબાણ કરવામાં આવતું હતું અને આ બાબતને લઇને ઝગડો મોટો સ્વરૂપ લેતાં વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં પીડિત મહિલાએ બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરતા અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાની મદદ કરી હતી.
અભયમ ટીમે મહિલાના ભાઈ-ભાભીને સપષ્ટ સમજ આપી હતી કે આ રીતે મહિલાને હેરાન કરવા તે ગુનો બંને છે. મહિલાના ભાઇ-ભાભીએ કોઈપણ પ્રકાર ની હેરાનગતિ નહીં કરવાની ખાત્રી આપતાં સમાધાન કરવામાં આવ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed