કાળીમહુડીમાં કૂવામાં ડૂબી જતાં સગાભાઇઓના મોતથી અરેરાટી

ઝાલોદના કાળીમહુડીમાં નહાવા જતાં અજુગતી ઘટના બની માતા પિતા ઘાસ લેવા ગયા : 11 અને 8 વર્ષિય ભાઇઓ સાથે બનેલી ઘટના…

  • Dahod - કાળીમહુડીમાં કૂવામાં ડૂબી જતાં સગાભાઇઓના મોતથી અરેરાટી

    ઝાલોદતાલુકાના કાળીમહુડી ગામે જગા ફળિયામાં રહેતો 8 વર્ષિય યોગેશ ડામોર પોતાના 11 વર્ષિય સગા ભાઇ આશિષ ડામોર સાથે સાંજના ચાર વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલા કુવા ઉપર નહાવા માટે ગયા હતાં.ત્યારે કોઇ કારણોસર આ બંને ભાઇઓ કૂવાના પાણીમાં ડૂબી ગયા હતાં.બૂમાબૂમ થતાં આસપાસના લોકોએ દોડી આવીને કૂવામાં ધુબાકા માર્યા હતાં. જોકે, તેમને આબાદ કઢાય તે પહેલાં જ બંને ભાઇઓનું ડૂબી જવાનેકારણે મોત થઇ ગયું હતું. ગામના લોકોએ બંનેની લાશ કૂવાના પાણીમાંથી બહાર કાઢી લીધી હતી ત્યારે આ ઘટનાની જાણ થતાં ખેતરે ઘાસ લેવા ગયેલા માતા-પિતા કૂવે દોડી આવતાં બંને પૂત્રોની લાશ જોઇને તેમના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગમીન બની ગયું હતું. આ બનાવ અંગે પિતા નગરસિંગભાઇ ડામોરે લીમડી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા હતાં.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: