કાળીડુંગરીમાં લીમડીના ઝાડ ઉપર સગીરા-યુવકનો ફાંસો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા

દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે એક સગીરા અને યુવકે લીમડાના વૃક્ષ ઉપર એક સાથે ફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બંને વચ્ચે પ્રેમ હતો અને લગ્ન શક્ય ન હોવાથી આ અવીચારી પગલું ભર્યુ હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે. આ બનાવ અંગે બારિયા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

કાળીડુંગરી ગામમાં રહેતાં 20 વર્ષિય વિક્રમભાઇ નરવતભાઇ પટેલ અને ગામમાં જ રહેતી એક 16 વર્ષિય સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને એક જ જ્ઞાતિના હોવાને કારણે તેમના લગ્ન શક્ય ન હતાં. જેથી બંનેએ એક સાથે મરી જવાનું નક્કી કર્યુ હશે. 8 તારીખની રાતના 10 વાગ્યાથી આ બંને ઘરેથી ગાયબ થઇ ગયા હતાં. ગામમાં જ એક લીમડાના વૃક્ષ ઉપર ચઢીને બંનેએ જુદી-જુદી ઓઢણી ડાળ સાથે બાંધીને ગાળાફાંસો ખાઇને આયખાનો અંત આણી લીધો હતો. સવારના દસ વાગ્યાના અરસામાં બંનેના મૃતદેહ વૃક્ષ ઉપર લટકેલા જોવા મળતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે બંનેના મૃતદેહ લઇને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતાં. આ ઘટના અંગે અકસ્માતે મોત અન્યે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કરવામાં આવ્યા હતાં.

0


Related News

Comments are Closed

%d bloggers like this: