કાળાબજારી: ઝાલોદના કારઠ પાસે આવેલી એક ખાનગી ક્લિનિકમાં સરકારી રેપિડ ટેસ્ટ કીટ ઝડપાઈ, આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આરોપી તબીબે સરકારી તબીબ પાસેથી કીટ મેળવ્યોનો ખુલાસો થયો બંન્ને આરોપી તબીબ સામે લીમડી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ

ઝાલોદ તાલુકાના કારઠ પાસે આવેલી એક ખાનગી ક્લિનિકનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ક્લિનિકના તબીબ દ્વારા પોતાના ક્લિનિકમાં ગેરકાયદે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયો કાર્ડ પ્રો કોવિડ-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તથા રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલતા આ અંગેની જાણ ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસરઈ હતી. તેઓએ પોલીસને સાથે રાખી આ ક્લિનિકમાં ઓચિંતી રેડ કરતા પોલીસે આ ક્લિનિકના તબીબને ઝડપી પાડયો હતો તેની પૂછપરછ કરતા આ રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો ઝાલોદ તાલુકાના કોવિડના એક નોડલ ઓફિસરે આપ્યો હોવાનું ખુલાસો કરતાં ખળભળાટ મચી ઞયો છે. ત્યારે પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લામા કોરોનાએ કહેર મચાવ્યો છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં રેપિડ ટેસ્ટ કીટ ખૂટી જતા ટેસ્ટ કરાવવા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે. તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોવાની પણ છડેચોક બૂમો વચ્ચે હવે તો રેપિડ ટેસ્ટ કીટની પણ કાળાબજારી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક બનાવ ઝાલોદ તાલુકાના નાનકડા ગામ એવા કારઠ પાસે સામે આવ્યો છે. જેમાં કારઠ શ્રદ્ધા સબુરી ક્લિનિકમાં કરણ અરવિંદભાઈ દેવડા (રહે.કારઠ રોડ, લીમડી અમીકુંજ સોસાયટી, તાલુકો ઝાલોદ,જિલ્લો દાહોદ)નોપોતાના ક્લિનિકમાં ગેરકાયદે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયોકાર્ડ પ્રો કોવિડ-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તેમજ રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલ તો હતો.

આ અંગેની જાણ ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ધીરેન્દ્રકુમાર હનુમાનપ્રસાદ પાંડેને થતા તેઓએ આ બાબતની જાણ પોલીસને કરી હતી અને પોલીસને સાથે રાખી આ ક્લિકમાં ઓચિંતો છાપો મારવામા આવ્યો હતો. આ તપાસમા સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ રેપિડ ટેસ્ટ કરવાની કીટનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બાબતે અટકાયત કરવામાં આવેલા કરણની પોલીસે પૂછપરછ કરતાં કીટ ક્યાંથી અને કોની પાસેથી લાવેલી તે અંગે આરોપીઓ કહ્યું કે, ઝાલોદ તાલુકાના કોવિડના નોડલ ઓફિસર ધર્મેશ વી. ચૌહાણ ( આર.બી એસ.કે.મેડિકલ ઓફિસર) પાસેથી લાવી હોવાનું જણાવ્યું હતું. લીમડી પોલીસે આ સમગ્ર મામલે કરણ અરવિંદભાઈ દેવડા અને ઝાલોદ તાલુકાના કોવિડ ઓફિસર ધર્મેશ વી.ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: