કાલીયાવડમાંથી 21 પેટી બિયર સાથે છકડો જપ્ત

ધાનપુર2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં કાલીયાવડ ગામે ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલીયાવડ ચોકડી પરથી એક છકડામાં ભારતીય બનાવટની વિદેશી શરાબનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસ સ્ટાફ કાલીયાવડ ચોકડી પર વોચમા હતા. ત્યારે એક રીક્ષા છકડો આવતા ચાલકને ઉભો રાખીને રીક્ષાની તલાશી લેતા તેમાંથી દારૂની 21 પેટી ટીન બિયરનો જથ્થો કે જેની કિંમત 47880 રૂપિયા મળી આવ્યો હતો. ચાલકનું નામ ઠામ પૂછતાં વિક્રમભાઈ ઉર્ફે વિકો જવલાભાઇ સંગાડા રહે કાલીયાવડ સંગાડા ફળિયાનો હોવાનું જણાવ્યું હતું. જેની પાસેથી એક મોબાઇલ નંબર પણ રૂપિયા 500 તથા લોડીંગ છકડો રીક્ષા જેની કિંમત 60000 અંતે ગણીને કાલીયાવડના વિકો વિક્રમની કુલ એક લાખ ઉપરાંતનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરીને ધાનપુર પોલીસે ધરપકડ કરી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: