કાર્યવાહી: દેવગઢ બારિયામાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- હેર કટિંગ સલૂનની બે દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા હાલમાં કેટલાક જિલ્લાઓમાં 13 થી 18 મે સુધી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તે મુજબ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા એક નવો હુકમ કરતા કેટલાક વેપાર ધંધા ઉપર રોક લગાવી છે. જેમા હેર કટિગ સલૂનથી લઈ અન્ય કેટલાક વેપારીઓ પર રોક લગાવેલી છે. જેમાં દેવગઢ બારિયામાં જાહેરનામાના ભંગ બદલ બે દુકાનો સીલ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ વિના વેપાર ધંધો કરતા હતા.
દેવગઢ બારિયામાં સ્થાનિક તંત્ર એક્શનમાં આવતા આજરોજ નગરમાં જાહેરનામાનો ઉલ્લંઘન કરનારાની તપાસ હાથ ધરતા કેટલાક વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ વિના વેપાર ધંધો કરતા હતા. તેમને દંડ ફટકાર્યો હતો. જ્યારે હેર કટિંગ સલૂન બંધ રાખવાનું જાહેરનામું હોવા છતાં પણ નગરમાં હેર સલૂનની દુકાન ખુલ્લી હતી. આવી બે દુકાનોને સીલ મારી કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed