કાર્યવાહી: સાગટાળાથી 4.44 લાખ ઉપરાંતના દારૂ બિયર ભરેલી બોલેરો ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી બોલેરો મૂકી ચાલક ભાગી ગયો
  • 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત : ડ્રાઇવર સામે સાગટાળા પોલીસે ગુનો નોંધ્યો

દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસે 4.44 લાખનો દારૂ બિયર ભરેલી બોલેરો ઝડપી પાડી હતી. પોલીસે પીછો કરતાં ચાલક ગાડી મુકી ભાગી ગયો હતો. ગાડી અને દારૂ મળી 7,44,300નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. દાહોદ પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલવે ગાંધીનગર તથા લીમખેડા નાયબ પોલીસ અધિક્ષકે જિલ્લા તથા ડીવીઝનમાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની રાખેલ ડ્રાઇવરમાં સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ ગતરોજ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે નાડાતોડ ગામ તરફથી માંડવ થઇ એક જીપ દારૂ ભરેલી ડભવા તરફ જનાર છે અને નાતાતોડથી પસાર થઇ ગઇ છે.

જેના આધારે પોલીસ માંડવ ક્રોસીંગ ઉપર રોડ ઉપર પથ્થરો મુકી વોચમાં ઉભી હતી. તે દરમિયાન માંડવ ગામ તરફથી પુરઝડપે આવતી જીપને રોકવા માટે સંકેત કરવા છતાં તેના ચાલકે જીપ રોકી નહી અને પથ્થરો કુદાવી ડભવા ગામ તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતાં સાગટાળા તળાવના આવણા નજીક જીપ ઉભી કરી ચાલક અંધારાનો લાભ લઇ મકાઉના ઉભા પાકના ખેતરોમાં થઇ ભાગી ગયો હતો.

જીજે-12-જે-7506 નંબરની જીપમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટીકના હોલની 53 પેટીઓ જેમાં કુલ નંગ 636 જેની કિંમત 3,33,900 તથા બીયર ટીનની પેટીઓ નંગ 40 જેમાં કુલ 960 ટીન જેની કિંમત 1,10,400ની મળી કુલ 4,44,300નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 3 લાખની બોલેરો જીપ તથા દારૂ મળી કુલ 7,44,300નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરેલી જીપ મુકી ભાગી ગયેલા ડ્રાઇવર વિરૂદ્ધ સાગટાળા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: