કાર્યવાહી: સંજેલી હોળી ફળિયામાં ગેરકાયદે બાંધકામની માપણી માટે નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં રહેતા એક માથાભારે યુવક દ્વારા મુખ્ય માર્ગ પર જ પંચાયતની મંજુરી વગર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ શરૃ કરાતા ખેડૂત પુત્ર દ્વારા બાંધકામ અટકાવી કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા તાલુકામાં લેખિત રજુઆત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંજેલી તાલુકાના ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયા વિસ્તારમાં રહેતા બાબુભાઈ ડબગર દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાતા પંચાયતે ચાર જેટલી નોટિસો ફટકારી છતાં પણ માથાભારે યુવકના પેટનું પાણીએ હલતું નથી જ્યારે પંચાયત માત્ર નોટિસ ફટકારી સંતોષ માની લેતા હોય છે.છતાં પંચાયત દ્વારા તારીખ ૮માર્ચ ના રોજ બાબુભાઈ ડબગરને માપણી કરાવવા માટે નોટિસ ફટકારી હતી.માપણી કરાવવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લા છ સાત માસથી તાલુકા અધિકારી પંચાયતને અને પંચાયત માથાભારે યુવકને નોટીસો ફટકારી બાયબાય ચાયણી રમી રહ્યાં છે.

બીજી વખત નોટિસ આપી છે
બાંધકામ કરાતા દબાણ થયુ હોવાની રજુઆતને લઇ માપણી માટે સીટી સર્વેની જાણ કરી હતી. સિટી સર્વે અધિકારી દ્વારા માપણી માટે માલિક દ્વારા રકમ જમા કરાવવામાં આવે તો જ તેની માપણી થઈ શકે તેમ હોવાનું જાણ કરાતાં પંચાયત દ્વારા માલિકને બીજી વખત નોટિસ ફટકારી છે. >આર. સી. ભુરા, ટીડીઓ.

કાર્યવાહી કરવામાં આવશે
​​​​​​​
સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં બાબુભાઈ ડબગર દ્વારા મકાન બાંધકામમાં દબાણ થયુ હોવાની રજુઆતને પગલે સિટી સર્વેમાં પૈસા જમા કરાવી માપણી કરવા માટે નોટિસ ફટકારી છે. તેમ કરવામાં કસુર વાર ઠરશે તો કાર્યવાહી કરશે. >વિજય રાઠોડ, સંજેલી તલાટી

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: