કાર્યવાહી: સંજેલી ટીડીઓના ચેકિંગમાં આંગણવાડી કેન્દ્રો પર તાળાં મળતાં સંચાલકોને નોટિસ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેટલીક આંગણવાડી કેન્દ્ર પોતાની મરજીથી ખુલે છે અને મરજી પડે ત્યારે બંધ કરાય છે

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 56 જેટલા ગામડાં અને 16 ગ્રામ પચાયત આવેલી છે. જેમાં 137 જેટલી આંગણવાડી આવેલી છે. જેમાં કેટલીક આંગણવાડી કેન્દ્ર પોતાની મરજીથી ખુલે છે અને મરજી પડે ત્યારે બંધ કરવામાં આવે છે. કોઈ નિયમ અહીંયા લાગુ પડતા નથી. ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ જેવી પરિસ્થિતીમાં ચાલી રહેલી આંગણવાડી કેન્દ્રમાં સંજેલી તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણાએ કા મુવાડા, પ્રતાપપુરા, પિછોડા નાળ, બચકરીયા, વાસીયા 2, ઘોડા વડલી સહિતની આંગણવાડીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ આંગણવાડી બંધ હાલતમાં જોવા મળી હતી. જેથી આ બાબતની ગંભીર નોંધ લઈને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી છે.

આશાવર્કરો સાથે સમીક્ષા બેઠક યોજી
ગામડા ઓમાં આંગણવાડી કેન્દ્ર પર સરકાર તરફથી લાખો રૂપિયાનો ખર્ચ કરી તેમના સ્વાસ્થ્ય જળવાય તે માટે પોષક આહાર આપવામાં આવે છે તેમજ તેમની તંદુરસ્તી માટે પણ જે લાભ આપવામાં આવે છે તે લાભ બાળકોને નિયમ મુજબ મળતો નથી. તાલુકા વિકાસ અધિકારીની આંગણવાડીઓની મુલાકાત દરમિયાન કેટલીક આંગણવાડી ઉપર સુખડી વિતરણ ચાલતુ જોવા મળ્યું હતું. પરંતુ તેનો જથ્થો ઓછો જોવા મળ્યો હતો. તમામ આશાવર્કર બહેનો, આંગણવાડી સંચાલિકા બહેનોને બાળકોને તેમના ભાગનું પૂરેપૂરું જથો આપવામાં આવે તે માટે તારીખ 19મીના સોમવારના રોજ તાલુકા સેવા સદન ખાતે બેઠક યોજીને સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: