કાર્યવાહી: રણધીકપુરમાં ત્રણ સ્થળેથી 1.59 લાખનો દારૂનો જથ્થો ઝડપાતાં 3 સામે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સીંગવડમાં ઘર-ખેતર, ઇકો તથા કેશર તથા કેસરપુરામાં ઘરમાંથી દારૂ ઝડપાયો

સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ અને આરઆર સેલ ગોધરાએ સીંગવડમા ખુલ્લા ખેતરમાંથી તથા ઇકોમાંથી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. તેમજ એલ.સી.બી.એ કેસરપુરમાં ઘરમાંથી દારૂ ઝડપાતા મહિલા સામે કાર્યવાહી કરી હતી. આર.આર.સેલ રણધીકપુરના કાળીયારાઇ આઉટ પોસ્ટ વિસ્તારમાં હતા. તે દરમિયાન છાપરી ગામે રહેતો મોહન બચુભાઇ પટેલ તેના ઘરે તેમજ તેના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતાં આર.આર. સેલ ગોધરા તથા કાળીયારાઇ આ.પો.ના સ્ટાફના માણસોએ તેના ઘરે રેઇડ કરતાં ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો. જ્યારે ઘરમાં તથા ઘઉંના ખેતરમાં તપાસ કરતાં વિદેશી દારૂની નંગ 15 પેટી જેમાં 696 બોટલ જેની કિંમત 95,040નો જથ્થો મળી આવ્યો હતો.

રણધીકપુર પોલીસે દારૂની બાતમી આધારે સરજુમી રોડ ઉપર જીજે-20-એએચ-2883 નંબરની ઇકો ગાડીને કોર્ડન કરી ઉભી રખાવી તલાસી લેતા પાછળની સીટના ભાગેથી અલગ અલગ માર્કાની વિદેશી દારૂની 352 બોટલ જેની કિંમત 32,300ની મળી આવી હતી. દારૂ તથા બે લાખની ગાડી મળી કુલ 2,32,300ના મુદ્દામાલ સાથે સીંગવડના ગાડીના ચાલક ગીરવરસિંહ ઉર્ફે ગીરીશ બારીયાની ધરપકડ કરી હતી. જ્યારે દાહોદ એલ.સી.બી.નો સ્ટાફને ગતરોજ રણધીકપુર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ દરમિયાન કેશરપુર તળાવ ફળિયામાં રહેતી શકરીબેન રમેશભાઇ પટેલ તેના ઘરાં વિદેશી દારૂ રાખી છુટક વેચાણ કરી હોવાની બાતમી મળતાં તેના ઘરે રેઇડ કરતા તે ઘરે મળી આવી ન હતી. જ્યારે ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી 252 નંગ જેની કિંમત 31,890નો જથ્થો મળી આવતા કબ્જે લઇ રણધીકપુર પોલીસ મથકે શકરીબેન પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: