કાર્યવાહી: ધાનપુર તાલુકામાં વિવિધ બે સ્થળેથી વિદેશી દારૂ જપ્ત, નાકટી અને કંજેટા ગામની ઘટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ધાનપુર તાલુકામાં આવેલા નાકટી ગામમાં ઘરમાંથી જ્યારે કંજેટા ગામમાં રસ્તા ઉપર થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 11 હજારથી વધુ કિંમતનો દારૂ જપ્ત કરીને પોલીસે બે યુવકો સામે ગુના દાખલ કર્યા છે.

નાકટીના ટાંડિયા ફળિયામાં રહેતાં ગોપાલભાઈ પર્વતભાઈ બારીયાના ઘરે એલસીબીએ બાતમીના આધારે છાપો માર્યો હતો. તપાસ કરતાં ઘરમાંથી 6110 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 50 બોટલ મળી આવી હતી. આ સાથે કંજેટા ગામમાં પેટ્રોલિંગમાં નીકળેલી ધાનપુર પોલીસે રસ્તા પાસે કપડાનો થેલો લઇને બેઠેલા યુવકની શંકાસ્પદ હિલચાલને આધારે તેને પોતાની પાસે બોલાવ્યો હતો. જોકે, યુવક નાસી છુટતાં પીછો કરીને તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેના કાપડના થેલામાં તપાસ કરતાં દારૂના 45 નંગ ક્વાર્ટર કિંમત રૂપિયા 45400ના મળી આવ્યા હતાં.


Related News

Comments are Closed

%d bloggers like this: