કાર્યવાહી: ધાનપુરના કાઠિયાવાડ અને ભોરવામા લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ થતાં ફરિયાદ થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડી.જે સંચાલકો સામે પણ ગુનો નોંધી ડી.જે જપ્ત કરાયા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બે ગામોમાં લગ્ન પ્રસંગોમાં જાહેરનામાનો ભંગ થતો જોવાતાં પોલીસની ટીમના સપાટામાં નિમંત્રકો અને ડી.જે.સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડી.જે. સંચાલકોના ડી.જે.સિસ્ટમ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જોવાતાં ધાનપુર પોલીસે સપાટો બોલાવ્યો

ગતરોજ રાત્રીના સમયગાળા દરમ્યાન મામલતદારની પરવાનગી મેળવ્યા વિના લગ્ન આયોજિત કરી ધાનપુર તાલુકાના કાળિયાવાડ ગામે 200 થી વધુ મહેમાનો એકઠા થયા હતા. તથા ભોરવા ગામે 200 જેટલા માણસો બોલાવનાર નિમંત્રકો દ્વારા ડી.જે બોલાવી ડી.જે. પર વગાડી નાચગાન કરતાં હતાં. લગ્ન પ્રસંગમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જોવાતાં ધાનપુર પોલીસે સપાટો બોલાવ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનાર તથા રાત્રી દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા તેમના વિરુદ્ધ ઈપીકો કલમ 188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 51(1)બી મુજબ નિમંત્રક તથા ડી.જે સંચાલક વિરૂધ્ધ ધાનપુર પોલીસ ટિમ દ્વારા કુલ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: