કાર્યવાહી: દાહોદ શહેરમાં વેચાતું કેશવ સુપરધાણા દાળનું પેકેટ મીસબ્રાંડેડ નીકળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ શહેરમાં વેચાતું કેશવ સુપરધાણા દાળનું પેકેટ મીસબ્રાંડેડ નીકળ્યું
  • ઉત્પાદક તેમજ વેપારીને દંડ ફટકારાયો

દાહોદ શહેરમાં મીસબ્રાંડેડ ફૂડ પેકેટનું વેચાણ કરતા પડાવ રોડ પરના આર્શીવાદ એન્ટરપ્રાઇઝને આજ રોજ એજ્યુડીકેટિંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ રૂ. 2 હજારનો દંડ કર્યો છે. આ ઉપરાંત ઉત્પાદક પેઢીને પણ રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દાહોદ નગરપાલિકાના ફૂડ સેફટી ઓફીસર પી.આર. નગરાલાવાલાએ દાહોદ શહેરના બહારપુરા ખાતે આવેલી આર્શીવાદ એન્ટરપ્રાઇઝ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં કેશવ સુપર ધાણાદાળનું 50 ગ્રામનું પેકેટ ભૂજ ખાતેની લેબરોટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા આ પેકેટ મીસબ્રાંડેડ હોવાનું જણાયું હતું.

નિયમ મુજબ પેકેટ ઉપર FSSAI નો લોગો છાપેલો હોવો જોઇએ. તેમજ પેકીગ ઉપર ન્યુટ્રીશન ચાર્જ હોવો ફરજીયાત છે. જે આ પેકીગ પર ન હોવાથી ઉત્પાદક તેમજ વિક્રેતાને દંડ ફટકારવામાં આવ્યો છે. કેશવ સુપર ધાણાદાળના ઉત્પાદક માલીક ચંપકલાલ શિવરતન કસાટને પણ રૂ. 25 હજારનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આર્શીવાદ એન્ટરપ્રાઇઝના અનમોલકુમાર પટેલને પણ રૂ. 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: