કાર્યવાહી: દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે સુખસર બસ સ્ટેશન પાસેથી દેશી માઉઝ સાથે યુવકને ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એલસીબી પોલીસને બાતમી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી ઝડપાયેલો યુવક ફતેપુરાના મોટા નટવાનો નીકળ્યો

દાહોદ એસીબી પોલીસે બાતમીના આધારે સુખસર બસ સ્ટેશન નજીકથી દેશી માઉઝર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં વસતા લોકોનો સૌથી મોટો તહેવાર હોળી છે. જેથી રોજગારી માટે રાજ્યના ખૂંણે ખૂંણે ગયેલા શ્રમિકો માદરે વતન આવી રહ્યા છે. જેથી નાસ્તા ફરતા અરોપીઓને ઝડપી પાડવાની તક પણ આ તહેવારોમાં પોલીસ જતી કરતી નથી. જેથી ગામડાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વોચ ગોઠવવામાં આવે છે.

દાહોદ જિલ્લામાં અદિવાસી સમાજમાં હોળી પછી તુરત જ લગ્નસરાની શરુઆત થઇ જાય છે. જેથી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા પણ આવતા હોવાથી પેલીસને ગુના ઉકેલવાનું હાથ વગુ થઇ પડે છે.

તેવી જ રીતે દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે સુખસર બસ સ્ટેશન નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી પ્રમાણે જ સફેદ રંગના આખી બાંય પહેરેલો યુવક દેખાતાં જ પોલીસે તેને દબોચી લઇને તલાસી લીધી હતી. આ તપાસમાં યુવક પાસેથી દેશી બનાવટની માઉઝર પિસ્ટલ પોલીસને મળી આવી હતી. 5000 રૂપિયાની કિંમતની આ માઉઝર સાથે ઝડપાયેલો યુવક ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના જામ્બુડી પલીપકર ફલિયાનો બદામ બીમાભાઇ કિશોરી હોવાનું ખુલતાં તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ યુવકે કોની પાસેથી દેશી બનાવટની માઉઝર ખરીદી હતી અને કોને પહોંચાડવાની હતી તે રસપ્રદ બની રહેશે.અથવા તો આ યુવકે કોઇ ગુનાને અંજામ આપવા હથિયાર ખરીદ્યુ હતુ તે પણ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: