કાર્યવાહી: દાહોદમાં મૂંગા પશુઓ માટે 10 લાખથી વધુની સહાય
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક
- 696 પશુઓ માટે પશુદીઠ રૂા.25 લેખે સહાય અપાઇ
દાહોદની પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં દાહોદ નગરપાલિકા વિસ્તારના પશુઓના ટેગિગ કરવા, ગૌશાળા-પાંજરાપોળને અપાતી સહાય બાબતની દરખાસ્ત મંજૂર કરવા બાબતની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પાંજરાપોળના પશુઓને કરાતી સહાય વિશે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગત એપ્રિલ-મે, 2020ના લોકડાઉનના સમયમાં કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને દાહોદના ગૌશાળા-પાંજરાપોળના કુલ696 પશુઓ માટે પ્રતિ પશુદીઠ 25 રૂ. લેખે કુલ રૂ.10,49,200ની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે 923 પશુઓ માટે 25 રૂ. પશુદીઠ રૂ. 21,22,900ની સહાય કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પશુઓ બચાવવા માટેની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે.
જ્યારે હવે નગરપાલિકા વિસ્તારમાં પશુઓને ટેગિગ કરી એ માટેના સોફ્ટવેરમાં નોંધણી કરવા બાબતની કામગીરી હાથ ધરાશે. બેઠકમાં નાયબ પશુપાલન નિયામક ડો. કમલેસ ગોસાઇ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યઓ તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed