કાર્યવાહી: દાહોદમાં બે સ્થળેથી 63 હજારના દારૂ સાથે બે મહિલાઓ ઝડપાઇ, ચાકલીયા રોડથી 246 બોટલ રૂા.33,360ની ઝડપાઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Two Women Arrested With Rs 63,000 Worth Of Liquor From Two Places In Dahod, 246 Bottles Worth Rs 33,360 Seized From Chaklia Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગારખાયામાંથી 218 બોટલ રૂા.29,810ની ઝડપાઇ

દાહોદ તાલુકાના ચાકલીયા રોડ સીંગલ ફળિયામાં રહેતી હેમાબેન દિલીપ સાંસી ઉદેસિંગ સુરસીંગ ભુરીયાનું મકાન ગીરવે રાખી તેની જાણ બહાર મધ્યપ્રદેશના ગોવાળી ગામના પીદીયા રતના સંગાડીયા પાસેથી ઇગ્લિશ દારૂ બિયરનો જથ્થો મંગાવી છુટક વેચાણ કરી હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી. સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં હેમાબેન દિલીપ સાંસી હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં વિદેશી દારૂ બિયરની નાની મોટી કુલ 246 બોટલો જેની કિંમત રૂા.33,360નો જથ્થો મળી આવ્યો હતો.

તેમજ દાહોદના ગારખાયા વિસ્તારમાં રહેતી સમુડીબેન ઇશ્વર સાંસીના પોતાના ઘરે ઇગ્લિશ દારૂનો જથ્થો રાખી છુટક વેચાણ કરતી હોવાની શહેર પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેઇડ કરતાં સમુડીબેન સાંસી ઘરે હાજર મળી આવતાં તેને સાથે રાખી તલાસી લેતાં દારૂ તથા બિયરની કુલ 218 બોટલો જેની કિંમત રૂા.29,810ના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી. પોલીસે બે મહિલા તથા મધ્યપ્રદેશને એક મળી કુલ ત્રણ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: