કાર્યવાહી: દાહોદમાં એન્જિન બદલીને બાઇક ફેરવતા ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લીમડાબરા સહિતના 3 યુવકો સામે કાર્યવાહી

દાહોદ શહેરમાં એક મોટર સાઇકલનું એન્જીન બીજી મોટર સાઇકલમાં ફીટ કરીને ફરતાં યુવકો ઝડપાયા હતાં. પોલીસે દાહોદ, ગોધરા અને લીમડાબરાના યુવક સામે ગુનો દાખલ કરીને કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેર પોલીસ મંડાવાવ સર્કલ ઉપર વાહન ચેકિંગમાં ઉભી હતી. તે વખતે બે યુવકો મોટર સાઇકલ લઇને રળિયાતી તરફથી આવ્યા હતાં. મોટરસાઇકલના આગળના ભાગે જીજે-17-એએમ-2484 અને પાછળના ભાગે જીજે-20—8889 નંબર લખેલો જોવા મળ્યો હતો. આ બંને યુવકોની પુછપરછ કરતાં તેઓ લીમડાબરાના સરપંચ ફળિયાનો ભુરા દિતીયા બીલવાળ અને દાહોદના મોટા ઘાંચીવાડાનો ઇમરાન ઉર્ફે ફિરોજ વાઇદ સિત્તલ હોવાનું જાણવા મળ્યુ હતું.યુવકો પાસે મોટર સાઇકલના કાગળો જોવા મળ્યા ન હતાં. પોલીસે 2484 નંબર પ્લેટના આધારે ચેક કરતાં તે લીમડીના અનિલકુમાર વાદીની માલિકની નીકળી હતી જ્યારે 8889 નંબરથી ખરાઇ કરતાં તે મોટર સાઇકલનું એન્જીન બદલેલુ જોવા મળ્યુ હતું. પુછપરછ કરતાં આ એન્જિન ગોધરામાં રહેતાં શબ્બીરભાઇએ આપ્યુ હોવાની કબૂલાત કરી હતી અને તે ઇમરાનના ઘરે બદલ્યુ હોવાનું કહ્યું હતું. આ ઘટના અંગે શહેર પોલીસે ભુરભાઇ, ઇમરાન અને શબ્બીર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: