કાર્યવાહી: દાહોદની એક હોટલ કોવિડના સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ સીલ કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં કોરોનાના સંક્રમણના સમયે પણ બેધડક બની દુકાનોમાં મોટી સંખ્યામાં જાણ મેળાવડો જમા થતા રહે છે અને કોરોનાને જાણ્યે-અજાણ્યે તેડું આપતા નોંધાય છે. આવા સમયે શહેરના ઠક્કર ફળિયામાં આવેલ યાદગાર હોટેલને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમન ઉલ્લંઘન બદલ સોમવારે તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી.

શહેરના ઠક્કર ફળિયામાં આવેલ યાદગાર હોટેલમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની માહિતી મળતા જ વહીવટી તંત્રએ સત્વરે આ સ્થળે આકસ્મિક ધસી જઈને તેને સીલ કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં અનેક લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટંન્સિંગના નિયમોનું છેડેચોક ઉલ્લંઘન કરતા હોવાની બુમ ઉઠવા પામી છે ત્યારે તા.30-11-’20 ને સોમવારે દાહોદના સ્ટેશન રોડ ઉપર આવેલ ઠક્કર ફળિયામાં આવેલ યાદગાર નામે હોટલમાં નિયમ કરતા વધુ ગ્રાહકોનો મેળાવડો જામ્યો હોઈ વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

અધિકારીઓએ સતર્કતા દાખવીને આ હોટલને સીલ મારી દીધી હતી. પ્રાંત અધિકારી એમ.એસ. ગણાસવાના વડપણ હેઠળ વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી બાદ આ હોટેલને સીલ કરીને તેના સંચાલકો સામે વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

માસ્ક વિના ફરતા 30 લોકોના ટેસ્ટ કરાયા
આ સાથે શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સવારે પસાર થતા લોકોને ઝડપીને તેમના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રમેશભાઈ લબાનાના વડપણ હેઠળની ટીમે સ્ટેશન રોડ ખાતેથી માસ્ક વિના પસાર થતા 30 લોકોને રેપિડ ટેસ્ટ કર્યા હતા. જો કે તે તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: