કાર્યવાહી: દાહોદના યશ માર્કેટ પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂા.20,920નો મુદ્દામાલ જપ્ત કરી શહેર પોલીસે ગુનો નોંધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાત્રે લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી

દાહોદ શહેર પોલીસ મથકના સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતો. ત્યારે યસ માર્કેટ પાછળ શોપિંગ સેન્ટરના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક લોકો ગંજી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.

જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં કેટલાક ઇસમો ઓટલા ઉપર ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ખેલીઓમાં પોલીસને જોઇ નાસભાગ મચી જતાં કોર્ડન કરી પોલીસે હુસેની મહોલ્લા ભોયવાડામાં રહેતા મુસ્તુફા હસન દાલાલ, સુજાઇબાગના સબ્બીર નજમુદ્દીન ડુગરાવાલા, યસ માર્કેટ સૈફી મહોલ્લાના હુસેન સૈફ્રુદ્દીન બુટવાલા, હુસેની મહોલ્લાના અસગર ફકરૂદીન બાજી, ભોયવાડાના જોહાર ફકરૂદીન નગદીને ઝડપી પાડ્યા હતા.

પાના પત્તાની કેટ તથા અંગઝડતી લેતાં તેઓ પાસેથી 20920 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઝડપાયેલા પાંચેય જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી દાહોદ શહેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: