કાર્યવાહી: દાહોદના ધાનપુરમાં માસ્ક ના પહેરી RTO ઓફિસરની ખોટી ઓળખ આપનારા બે શખ્સોની અટકાયત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

- પોલીસ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
દાહોદ જિલ્લાના ધાનપુરમાં બે ઈસમો દ્વારા માસ્ક ન પહેરી જાહેરમાં થુક્તા પોલીસે આ બંને ઇસમોને સમજાવવા છતાંય માન્યા ન હતા.પોલીસ સાથે નકલી આરટીઓ બની જીભાજોડી પણ કરી હતી. પોલીસની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરતા પોલીસે બંને ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન સંક્રમણ વકરી રહ્યુ છે અને પરિસ્થિતિ કાબૂ બહાર છે. ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડીસ્ટન્સ જાણવી રાખવા અપીલ કરાઈ રહી છે . સાથે ન માનતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી રહી છે.ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુરમાં આજરોજ બે વ્યક્તિઓએ માસ્ક પહેર્યા ના હોવાના કારણે પોલીસે તેઓને ટકોર કરી હતી. પરંતુ બંને વ્યક્તિઓ માન્યા ન હતા અને જાહેરમાં થુકતા પણ હતા. પોલીસની કોઈ ઓકાત નથી અમે આરટીઓ ઇન્સપેકટર છીએ. તેવી ખોટી વિગતો આપી અને પોલીસને ધમકી આપી હતી. એક્શનમાં આવેલ ધાનપુર પોલીસે આ બંને વ્યક્તિઓની અટકાયતી પગલાં લઇ સરકારી કામકાજમાં રુકાવટ ઉભી કરવા અંગેનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed