કાર્યવાહી: ઢઢેલામાંથી પિકઅપમાં પરિવહન કરાતો 1824 બોટલ દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીમખેડા3 કલાક પહેલા
- કૉપી લિંક
- દારૂ મંગાવનાર તથા મોકલનાર સહિત 4 વિરુદ્ધ ગુનો દાખલ
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામમાં એક પીકઅપ ગાડીમાંથી એલસીબીએ 1.82 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ LCBના કિરણભાઈ, નિલેશભાઇ, દિનેશભાઈ, પ્રકાશભાઈ,મનહરભાઈ વિગેરે પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા.દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે દાહોદ તરફથી પીકપ ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લીમખેડા તરફ જઇ રહ્યો છે.જેના આધારે પોલીસે ઢઢેલામાં નવજીવન હોટલ સામે હાઈવે રસ્તા ઉપર નાકાબંધી સાથે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની પીકઅપ ગાડી આવતા પોલીસે 182400 રૂપિયાની કિંમતની 1824 બોટલ ભરેલી 38 પેટી ઇંગ્લિશ દારૂ સાથે ચાલક વિજય રમેશભાઈ અમલીયાર રહે.વાંકીયા તા. દાહોદને ઝડપી પાડયો હતો.પોલીસની પુછપરછ દરમિયાન ચાલકે જણાવ્યું હતું કે ગરબાડાના સીમલીયાખુર્દ ગામના આકાશ સુરમલ અમલીયાર તથા અરવિંદ મેસુ અમલીયારે દારૂનો જથ્થો ભરી આપી વડોદરા ગોલ્ડન ચોકડી પાસે એક શખ્સને સુપરત કરવાનો છે.પોલીસે 3 લાખની પીકઅપ ગાડી તથા 5 હજારનો મોબાઈલ તેમજ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ 4,87,400 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક સહિત કુલ 4 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed