કાર્યવાહી: ગુજરાતમાંથી બાઈક ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના 8 ઝડપાયા

લીમખેડા3 કલાક પહેલા

 • કૉપી લિંક
લીમખેડા પોલીસે કઠીવાડાની બાઇકચોર ગેંગના આઠને ઝડપી ચોરાયેલી 8 બાઇકો જપ્ત કરી હતી. - Divya Bhaskar

લીમખેડા પોલીસે કઠીવાડાની બાઇકચોર ગેંગના આઠને ઝડપી ચોરાયેલી 8 બાઇકો જપ્ત કરી હતી.

 • લીમખેડામાંથી બાઈક ચોરી કરવા આવતાં ઝડપાઇ ગયા
 • કઠીવાડા ગેંગ પાસેથી વિવિધ વિસ્તારની 8 બાઇક ઝડપાઈ

દાહોદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી બાઇકો ચોરી કરતી મધ્યપ્રદેશની કઠીવાડા ગેંગના આઠ શખ્સોને લીમખેડા પોલીસે ઝડપી પાડયા છે. ગેંગના માણસોએ સંતાડી રાખેલી રૂા. 1,20,000ની કુલ 8 બાઇકો પોલીસે જપ્ત કરી છે.

પોલીસ વડા હિતેશ જોયસર તથા લીમખેડા DYSP કે.એમ. દેસાઈના માર્ગદર્શન અંતર્ગત લીમખેડા પો.ઇ. એમ.જી.ડામોર પોસઈ આર.એ.પટેલ તથા પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ સાથે નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન બે બાઈક ઉપર કઠીવાડાના 6 શખ્સો લીમખેડામાં આવતા અટકાવી પૂછપરછ કરી હતી.

સંતોષકારક જવાબ ન આપતા પોલીસે કડકાઈ વાપરતા તમામે લીમખેડામાંથી બાઇકની ચોરી કરવા માટે આવ્યા હોવાનું તથા લીમખેડમાંથી અગાઉ બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.લીમખેડા પોલીસને કઠીવાડામાં સંતાડેલી 1,20, 000 ની 8 બાઇક તથા ગેંગના 8 શખ્સોને ઝડપવામાં સફળતા મળી હતી.

બાઇક ચોર ટોળકીના 8 શખ્સો

 • સંદીપ રામસિંગ તોમર રહે.કૌછા પટેલ ફળિયા,તા.કઠીવાડા જી.અલીરાજપુર
 • ફકરૂ શંકર બામણીયા રહે. ઇન્દલાવાટ,તા. કઠીવાડા જી.અલીરાજપુર
 • ગુડો રાયસીંગ રહે.કઠવાડા,જી.અલીરાજપુર
 • કરમસિંગ હેડીયા બામણિયા રહે. ઇન્દલાવાટ તા. કઠીવાડા
 • જયંતિ ગુરસિંગ તોમર રહે.નાની બડોઈ,તા.કઠીવાડા,જી.અલીરાજપુર
 • રડતિયા મલસિંગ તોમર રહે.કઠીવાડા જી. અલીરાજપુર
 • નિલેશ રસીદ બારીયા રહે. ઇન્દલાવાટ તા.કઠીવાડા
 • રાયસિંગ વેસ્તા બામણીયા રહે. ઇન્દલાવાટ તા.કઠીવાડા

7 પોલીસ મથકના ગુનાઓ ડિટેક્ટ કરાયા
લીમખેડા પોલીસે મધ્યપ્રદેશની બાઇકચોર કાઠીવાડા ગેંગને ઝડપી પાડી લીમખેડા પોલીસ મથક ધાનપુર પોલીસ મથક દેવગઢ બારીયા પોલીસ મથક દાહોદ રૂરલ પોલીસ મથક વડોદરા શહેર છાણી પોલીસ મથક વલસાડ રૂરલ પોલીસ મથક બોડેલી પોલીસ મથક વિસ્તારના સાત બાઈક ચોરીના ગુનાઓને ડિટેકટ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. >એમ.જી. ડામોર, પી.આઇ. લીમખેડા પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: