કાર્યવાહી: કાર ચાલકે બાઇક સવાર સહિત 2ને અડફેટે લેતા ઇજા, યુવક-મહિલા ઘાયલ થતાં સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના મહાદેવ મંદિરની પાછળ રહેતો આરીફ યુસુફભાઇ શેખ ગતરોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઇને સ્ટેશન રોડ ઉપર ફરવા માટે નીકળ્યો હતો. ત્યારે સીંગવડ તાલુકાના અનોપપુરા ગામનો શૈલેષ ભાવસિંગ હઠીલા પોતાની ફોર વ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આરીફની બાઇકને અડફેટે લઇ નીચે પાડી દીધો હતો. તેમજ મહેક ભરતભાઇ મોઢીયાન નામની યુવતીને પણ અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થઇ હતી.

જેમાં આરીફને ડાબો પગે, પેટના ભાગે તેમજ છાતીના ભાગે ઇજાઓ થઇ હતી. તેમજ મહેકબેન મોઢીયાને પણ ડાબા પગે સાધારણ ઇજાઓ થઇ હતી.બન્ને ઇજાગ્રસ્તોને ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે યુસુફભાઇ નન્નુભાઇ શેખે દાહોદ શહેર પોલીસ મથકે ફોરવ્હીલ ગાડીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: