કાર્યવાહી: ઉમેદપુરા ગામમાંથી 2.40 લાખના દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ઝડપાઇ, દાહોદ LCBએ પાણીયાથી 7 કિલોમીટર પીછો કર્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ LCB સ્ટાફના દિનુભાઈ, મનહરભાઈ, પ્રકાશભાઈ વિગેરે રાત્રિ પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે પાણીયા ગામે હાઇવે તરફથી સ્કોર્પિયો ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લીમખેડા તરફ આવે છે. જેથી પોલીસ સ્ટાફ દ્વારા પાણીયા હાઈવે ઉપર નાકાબંધી સાથે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની સ્કોર્પિયો ગાડી આવતાં પોલીસે તેને બેટરીના પ્રકાશથી થોભવવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ચાલક સ્કોર્પીયો ગાડી હંકારી લીમખેડા થઈ ઉમેદપુરા ગામે રસ્તાની બાજુ પર ગાડી મૂકી ભાગવા લાગ્યા હતા.

પોલીસે ગાડીમાં બેઠેલા પીપલોદ ગામના અંકિત લક્ષ્મણ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે ડ્રાઇવર રાત્રીના અંધકારમાં ફરાર થઈ ગયો હતો. પોલીસને સ્કોર્પીઓ ગાડીમાંથી જુદી જુદી કિંમત બ્રાન્ડનો 2,40,200 રૂપિયાની કિંમતનો 2018 બોટલ ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા અંકિત પટેલે પૂછપરછમાં દારૂનો જથ્થો પીપલોદ ગામના નરેશ ઉર્ફે ભયલું ડાલાભાઇ સિંધી તથા ગુણા ગામના ગોપાલ રમેશભાઈ પટેલે મંગાવ્યો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા અંકિત પાસેથી 6 હજારના બે મોબાઇલ ફોન તથા 3 લાખની સ્કોર્પીયો ગાડી સહીત કુલ 5,46,200 નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: