કાર્યવાહી: આરોગ્ય સેવા ખોરવવા માટે જવાબદાર ગણીને 4 તબીબો સહિત 8 સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

 • દાહોદ જિલ્લામાં 433 કર્મીઓના એક સાથે રાજીનામા મંજૂર કરાયા બાદ ફોજદારી કાર્યવાહી
 • કરાર આધારિત કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન મામલે આવેદન આપ્યા હતા

દાહોદ જિલ્લામાં નેશનલ હેલ્થ મીશનમાં આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મીઓ સમાન કામ, વેતન અને અધિકારની માગ સાથે આવેદન આપ્યા બાદ 433 કર્મીઓના રાજીનામા મંજુર લેવામાં નવો વળાંક આવ્યો છે. જિલ્લામાં આરોગ્ય સેવા ખોરવવા માટે જવાબદાર ગણીને આ કર્મીઓ પૈકીના તબીબો સહિત 8 સામે એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ફોજદારી કાર્યવાહી પણ કરાઇ છે.

દાહોદના બ્લોક હેલ્થ ઓફિસર ડો.ભગીરથસિંહ બામણિયાએ દાહોદ તા. પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં હાલમાં કોવિડ-19ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરીસ્થિતિનો સામનો કરી રહ્યું છે તેવામાં આરોગ્ય વિભાગ હેઠળના તમામ અધિકારીઓ-કર્મચારીઓ આમુખ-22માં દર્શાવેલ હુકમથી કોઇપણ જાતીની રજા, હડતાલ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરીસ્થિતિમાં કામગારીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મુકતા હુકમ કરેલો છે.

તેમજ સંદર્ભ-3માં પણ સંદર્ભ(2) વાળા હુકમનો ભગ કરીને હડતાલ પાડે કે જાહેર આરોગ્ય સેવાઓ ખોરવાય કે તેમાં જેઓની સીધી કે આડકતરી રીતે સામેલગીરી છે તેવા તમામ કર્મચારીઓ સામે સંદર્ભ(1)માં દર્શાવેલ એકેડેમી એક્ટની જોગવાઇ મુજબ આદેશ હોવાથી એપેડેમીક ડીસીઝ એક્ટની જોગવાઇ અન્વયે ફરિયાદ દાખલ કરીને પગલા લેવા ફરિયાદ આપી હતી. પોલીસે આઠે સામે ઇપીકો 188, એપેડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 51 અને 56 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

શું ઘટના બની હતી
નેશનલ હેલ્થ મીશનમાં આરોગ્યના કરાર આધારિત કર્મીઓએ પોતાની માંગો સાથે 15મીએ સામુહિક રાજીનામાનો પત્ર વિભાગમાં આપ્યો હતો. 19મીએ તમામના રાજીનામા મંજુર કર્યા બાદ શનિવારે રાત્રે 4 તબીબ સહિત 8 સામે પોલીસ ફરિયાદ કરાઇ હતી.

કોની કોની સામે ગુનો દાખલ કરાયો

 • આશિષભાઈ પરમાર – સિકલસેલ કાઉન્સિલર, બોરડી પીએચસી
 • ડૉ. અસ્મીતાબેન પટેલ – આયુષ મેડિકલ ઓફિસર, ઘુઘસ પીએચસી
 • ડૉ. હાર્દિક વ્યાસ – આયુષ મેડિકલ ઓફિસર,અર્બન હેલ્થ સેન્ટર બારીયા
 • ડૉ.સોનલ નાયક – આયુષ મેડિકલ ઓફિસર, ઢઢેલા પીએચસી
 • ડૉ.હીરલ દેસાઈ – આયુષ મેડિકલ ઓફિસર, પીએચસી બોરવાણી
 • મયુર પંચાલ – તાલુકા પ્રોગ્રામ આસિ., તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ
 • મુકેશ પટેલ – તાલુકા ફાઇ. આસિ., તાલુકા આરોગ્ય કચેરી ધાનપુર
 • નરેન્દ્ર સંગાડા – તાલુકા ફાઇ. આસિ., તાલુકા આરોગ્ય કચેરી ગરબાડા

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: