કાર્યવાહી: આંબામાં પ્રથમ પત્નીએ જેઠની મદદ લઇ બીજી પત્નીનું અપહરણ કરાવ્યું
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- દાહોદ SRPમાં ફરજાધિન જવાન પુત્ર પ્રાપ્તિ માટે બીજી પત્ની લાવ્યો હતો
- પ્રથમ પત્ની, જેઠ અને મ.પ્રના તેના મિત્ર સામે ગુનો દાખલ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામના ગુણેશિયા ફળિયામાં રહેતાં દાહોદ SRPમાં ફરજ બજાવતા પંકજભાઇની પ્રથમ પત્ની ગીતાબેને વસ્તારમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. ગીતાબેનને પૂત્ર નહીં થતા હોવાથી પંકજભાઇએ 25 વર્ષિય રીનાબેન નામક બીજી એક મહિલા સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન બાદ ગીતાબેને પૂત્ર રત્નનો જન્મ આપ્યો હતો પરંતુ રીના પંકજના જીવનમાં આવ્યા બાદથી ઘરના નાણાંકિય વ્યવહારો તેને સોંપી દેવાયા હતાં. તેથી વધુ પંકજે ગીતાબેન સાથેના શારીરિક વ્યવહારોનો પણ અંત આણી દીધો હતો.
બંને વચ્ચેનો પ્રેમ તેને કણી માફક ખુંચવા લાગ્યો હતો. ઘર કામ બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલી પણ થતી હતી. રીનાને ત્રણ માસનો ગર્ભ રહ્યો હોવાનું ગીતાને જાણવા મળતાં પતિની મિલ્કતમાં ભાગ પાડશે, તેના છોકરા દુખી થશે તે વીચારે ચઢી હતી. રીનાને ભગાવી મુકવા માટે જેઠ રમેશભાઇનો સંપર્ક સાધતા પોતાનું દુખ વર્ણવ્યુ હતું.
પંકજ ફરજના ભાગરૂપે હાલ દિલ્હી ગયો હોઇ રીનાના અપહરણનું ગુનાઇત કાવતરૂ ઘડી ગીતાએ રાત્રે ઘરનો દરવાજો ખુલ્લો રાખતાં અજય અને રમેશ ઘરમાંથી ફિલ્મી ઢબે રીનાનું અપહરણ કરીને ભાભરા લઇ ગયા હતાં. આ અંગે લીમડી પોલીસે ત્રણેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અપહરણ કરાવી ગુમ થયાની અરજી કરી
અપહરણ કરાવ્યા બાદ ગીતા 10 જુલાઇના રોજ પોલીસ મથકે પહોંચી હતી. તેણે પોલીસને જણાવ્યુ હતું કે, રીના ગર્ભવતિ હોવાથી લીમડી દવાખાને બતાવવા તથા 50 હજારની જરૂરિયાત હોવાથી બેન્ક ખાતામાં નાખવા માટે ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નથી. જોકે લીમડી પીએસઆઇ એમ.એલ ડામોરે ટીમો બનાવી યુક્તિ પ્રયુક્તિથી ગીતાની પુછપરછ કરતાં તેણે અપહરણના ગુનાની કબૂલાત કરી લીધી હતી. ભાભરા ધસી ગયેલી પોલીસ ટીમો રીનાને સહિસલામત લઇ આવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed