કાયદાના લીરા ઉડ્યા: દાહોદ જિલ્લા પંચાયતના કર્મચારીઓએ છુટતી વેળા છૂટથી હોળી રમી કાયદાની ઐસી તૈસી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કાયદા માત્ર પ્રજા માટે જ મર્યાદિત છે?
  • હોળી રમતા રંગીન થયેલી લોબીનો વીડિયો તબીબે જ વાયરલ કર્યો

દાહોદ જિલ્લા પંચાયતમાં આમ તો રજા હતી. પરંતુ કોરોનાને કારણે જુજ કર્મચારીઓ હાજર હતા. ત્યારે છુટતી વખતે ઉજવણીના ઉન્માદમા આવા કેટલાક કર્મચારીઓએ હોળી રમી સરકારની માર્ગદર્શિકાની ઐસી તૈસી કરી દેતા ઘણા પ્રશ્નારથો સર્જાયા છે.

જિલ્લા પંચાયતમાં શનિવારે છૂટતી વેળાએ છૂટથી હોળી રમી

દાહોદ જિલ્લા પંચાયતમાં ચોથો શનિવાર હોવાથી રજા હતી. જો કે કોરોના કાળ હોવાથી આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ ફરજ પર રજા હોવા છતા હાજર હતા. રવિવારે હોળી છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે ધૂળેટી રમવા પર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેમ છતા દાહોદ જિલ્લા પંચાયતમાં શનિવારે છૂટતી વેળાએ છૂટથી હોળી રમી હતી. તેના પુરાવા રૂપે આખી લોબીમાં વિવિધ રંગ વેરાયેલા છે. ત્યારે કાયદો શું માત્ર પ્રજા પુરતા જ મર્યાદિત છે. તેવા સવાલો ઉઠી રહ્યાં છે. તેનો વીડિયો એક તબીબે જ વાયરલ કરયો છે. ચૂંટણીઓમાં નેતાઓને કોરોનાના કાયદા નડતા નથી, આવા સરકારી બાબુઓને કોવિડની માર્ગદર્શિકા નડતી નથી ત્યારે બે ત્રાજવે ન્યાય કરતી સરકારે હવે પ્રજા સાથે અન્યાય બંધ કરવા જોઈએ તેવા સૂર વ્યક્ત થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: