કામગીરી: દાહોદના સ્મશાન- કબ્રસ્તાનને જોડતા નવીન માર્ગનું ખાતમુહૂર્ત

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રૂા. 94 લાખના કુલ ખર્ચે બે નવીન માર્ગો આકાર પામશે

દાહોદ શહેરના ગોધરા રોડથી હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થાને સીધા જોડતા નવનિર્મિત રસ્તાનું ખાતમૂહુર્ત કાર્યક્રમ બુધવારે યોજાયો હતો. દાહોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી વિકાસ યોજના(UDP) અંતર્ગત હિંદુ સ્મશાન અને કબ્રસ્તાનને છાબ તળાવના આવણાથી જોડનાર આ નવા રસ્તા કાજે બોક્સ કલ્વર્ટની ખાતમુહૂર્ત વિધિ બુધવારે સંપન્ન થઇ હતી. પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દેઅલી ચલ્લાવાલા સહિત અનેક કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓ આ ટાણે ઉપસ્થિત રહ્યા હતા.

સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત દૂધીમતિ બ્યુટીફિકેશનનું જે કાર્ય આકાર પામનાર છે તેને એપ્રોચ લેવા માટે તળાવના ઓવરફ્લોના ભાગે આવણાથી બોક્સ કલ્વર્ટ લગાવી સ્મશાન અને કબ્રસ્તાનને નીલકંઠેશ્વર મંદિરવાળા રસ્તા સાથે‌ સીધો જોડી શકાય તેવા નવા રસ્તાનું નિર્માણકાર્ય દાહોદ નગરપાલિકા દ્વારા રૂ.48 લાખના ખર્ચે નવ માસના સમયમાં સંપન્ન થશે.તો સાથે જ માળીના કૂવાથી બોક્સ કલ્વર્ટને જોડતા એક નવા માર્ગનું પણ રૂ.46 લાખના ખર્ચે નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: