કાંકરેજી, ગીર, ડાંગી બાદ હવે ‘ડગરી’ દાહોદની ગાયને પણ મળશે ઓળખ

નાના કદની પર્વતીય ઓલાદ ગણાતી આ ગાય દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,નર્મદા,મહિસાગર જિલ્લામાં જોવા મળે છે

  • now dahod cow get identity like geer and dangi cow in gujarat

    દાહોદ: ગુજરાતની કાંકરેજ અને ગીરની ગાયો વિશ્વમાં દૂધ ઉત્પાદન અને પશુપાલન માટે જાણીતી છે ત્યારે હવે દાહોદ જિલ્લાની દેશી ગાયને પણ ‘ડગરી’ તરીકેની આગવી ઓળખ અપાવવા માટેની કવાયત શરૂ થઇ છે.

    સંશોધનો બાદ દાહોદ સાથે પંચમહાલ, છોટાઉદેપુર,નર્મદા અને મહિસાગર જિલ્લામાં જોવા મળતી નાના કદની પર્વતિય ઓલાદ ગણાતી ગાયને ઓળખી કાઢી તેને ICAR સંશોધન બ્યુરો દ્વારા અધિકૃત નસલ તરીકે રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઓછા જાણીતા ઘરેલુ પશુઘનની ઓળખ માટેની પહેલ અંગે વર્ષ 2015-16માં સહજીવન ટ્રસ્ટ ભુજ અને વેટરનરી કોલેજ આણંદ દ્વારા પશુધનની અપરીચીત નસલનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાઓનું પાત્રાલેખન હાથ ધરાયું હતું.

    પશુપાલન વિભાગ દ્વારા નવી નસલોની માન્યતા માટે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યૂરો કરનાલને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લાની આ દેશી ગાયનો સમાવેશ થાય છે. હવે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો, ભારત સરકાર સમક્ષ આ દેશી ગાયની ઓલાદ ‘ડગરી’ તરીકે રજૂ થશે.કાર્યવાહીના પરિણામ સ્વરૂપે ટૂંક સમયમાં રાજ્યને ગાયની ચોથી નસલ મળશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: