કર માફીની માગ: ​​​​​​​દાહોદના વેપારીઓનો 50 % મિલકતવેરો અને 3 માસનુ ભાડુ માફ કરવા AAPની માંગ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • લોકડાઉન અને કોરોનાકાળમા વેપારીઓ આર્થિક રીતે પાયમાલ છે-AAP

આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફરી એકવાર પ્રજાનો અવાજ, પ્રજાની માંગ ને દાહોદ નગરપાલિકાના સત્તાધીશો સુધી પોહચડવામાં આવ્યોહતો. છેલ્લા 18 મહિનાથી સમગ્ર દેશ- દુનિયા અને ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દાહોદનગર પણ તેનાથી બાકાત રહી શક્યુ નથી.

આ કપરા સમયમાં જિલ્લામાં અને દાહોદ નગરપાલિકા હદમાં લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યા બાદ ઘણા સમય સુધી મર્યાદિત સમયગાળા માટે ધંધા રોજગાર માટે છૂટ મળતી હતી. જેના કારણે વ્યાપારીઓ તેમજ નગરજનો આર્થિક રીતે પાયમાલ થયા છે. આથી દાહોદના નગરજનો અને વ્યાપારી વર્ગ ને આ કપરા સમયમાં રાહત આપવી એ નગરપાલિકા ની નૈતિક ફરજ બને છે.

આ અનુસંધાને દાહોદ નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને મિલકત વેરામાં 50% તેમજ નગરપાલિકા હસ્તક દુકાનોનું 3 મહિનાનું ભાડું માફ કરવામાં આવે એ માંગ કરતું આવેદન પત્ર નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર અને દાહોદ પ્રાંત અધિકારી ને આમ આદમી પાર્ટી દાહોદ ની આગેવાની માં દાહોદ નગરના વ્યાપારી મિત્રો અને દાહોદ નગરના જાગૃત નાગરિકો ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: